અંકલેશ્વર હાઇવે પર પી યુ સી સેન્ટર દ્વારા ભારદારી વાહનો પાસે રૂ.100 ચાર્જ લેવાતા હોવાની ફરિયાદો ઉઠી
-વાહન ચાલકોને અપાતી રસીદમાં રૂ.60 ની પ્રિન્ટ પણ ઉઘરાવાય છે
અંક્લેશ્વર તા.11 ઓક્ટાેબર 2019 શુક્રવાર
અંકલેશ્વરમાં માન્યતા ધરાવતા પીયુસી કેન્દ્રો ઉપર નિયત કરેલા ભાવ કરતા વધુ રૃપિયા વસુલવામાં આવે છે. તેવી અગાઉ ફરિયાદો ઉઠી હતી . જો કે આર ટી ઓ દ્વારા આ અંગેની તપાસ કરવામાં આવતા બધુ જ સલામત હોવાનું જણાવ્યુ હતુ પરંતુ રાજપીપળા ચોકડીથી પસાર થતાં હાઇવે પર આવેલા પી યુ સી સેન્ટર પર પણ ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનું જાણવા મળ્યુ છે.
જ્યારથી ટ્રાફિક નિયમોમાં ફેરફાર કરી આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારથી વાહન ચાલકો પી યુ સી સેન્ટરોમાં કલાકો સુાૃધી લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે .કેટલાક લોભીયા પી યુ સી સેન્ટર દ્વારા વાહન ચાલકો પાસે નિયત કરેલી ફી કરતા વધુ રૃપિયા લેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
ટેન્કર સહિતનાં ભારદારી વાહનો રાજપીપળા ચોકડી થી નેશનલ હાઇવે નંબર 48 તરફ જતા અને વર્ષા હોટેલ પાસે આવેલા પી યુ સી સેન્ટર પર વાહનનું પી યુ સી સિર્ટીફીકેટ કઢાવવા માટે જાય છે , ત્યાં પીયુસી કઢાવ્યા બાદ રસીદમાં રૂ. 60 ફી લખવામાં આવી છે જ્યારે વાહન ચાલકો પાસેથી રૂ.100 વસુલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગે આરટીઓ દ્વારા હવે ગુપ્ત રાહે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકોમાં ઉઠી છે.