અંકલેશ્વરમાં શેરી ગરબા થકી માતાજીની ભક્તિમાં ખેલૈયા તરબોળ
અંકલેશ્વર તા.4 ઓક્ટાેમ્બર 2019 શુક્રવાર
અંકલેશ્વરમાં નવરાત્રીનો રંગ સોળે કળાએ ખીલ્યો છે. અને ગરબા ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે. જો કે ભપકાદાર નવરાત્રીનાં આયોજન સામે આજના સમયમાં પણ શેરી ગરબાએ પોતાનું સ્થાન અડીખમ રાખ્યું છે.
નવરાત્રી મહોત્સવ હવે મધ્યાન્તરે પહોંચ્યા છે. અને વરસાદે પણ વિરામ લેતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં ધંધાદારી ગરબા અંકલેશ્વરની ઓળખ બન્યા છે. ત્યાં હવે લોકોમાં તેની સામે જાગૃતતા આવીરહીછે. અને ઘણી સોસાયટીઓમાં સુરક્ષાસભર શેરી નવરાત્રીનું સફળતા પૂર્વક આયોજન કરીને ખરા અર્થમાં માતાજીની ભક્તિ કરવામાં આવી રહી છે.
અંકલેશ્વર જીઆઈડીસીનાં ગણેશ રો હાઉસમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોસાયટીનાં ગરબા રસિકો ગરબા રમવાની સાથે એક સુરક્ષાનો અહેસાસ કરીરહ્યાં છે. એક ગરબા રસિકે જણાવ્યું હતું કે જ્યાં પાસ વેચીને નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ત્યાં ફિલ્મી ગીતો પણ માતાજીનાં ગરબામાં ગાવામાં આવી રહ્યાં છે. જ્યારે પ્રાચીન કાળથી જે શેરી ગરબા રમવામાં આવતાં હતા તે ગરબા થકી અમે માતાજીની આરાધના કરી રહ્યાં છે.