ભરૂચ સહિત પાંચ તાલુકામાં 34 કોરોના પોઝિટિવના કેસ
-અંકલેશ્વર-16, ભરૂચ-13, જંબુસર-1, નેત્રંગ-1, હાસોટમાં 2 કેસ
ભરૂચ તા.29 જુલાઇ 2020 બુધવાર
ભરૂચનગર અને પાંચ તાલુકામાં કોરોના ૩૩ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક કુલ 889 સુધી પહોંચ્યો છે. જો કે કોરોના કે શંકાસ્પદ દર્દીના મોતનો સચોટ આંકડો તંત્ર પાસેથી મળતો ન હોવાનું લોકોમાં ફરિયાદ ઉઠી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના સતત વકરી રહ્યો છે જેને ડામવા તંત્ર પણ સદંતર નિષ્ફળ નિવડી રહ્યું છે.આજે ભરૂચની સરકારી ખાનગી તથા વડોદરાની હોસ્પિટલમાં કોરોના અને શંકાસ્પદ દર્દીઓ મોતને ભેટયા છે ભરૂચ જિલ્લામાં બુધવારે નવા ૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હજુ પણ તંત્ર ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે અંકલેશ્વર 16,ભરૂચ 13, જંબુસર 1, નેત્રંગ 1, હાસોટ 2 મળી ૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જ્યાંરે 22 દર્દીઓ ને સાજા થતા રજા આપી તી. ત્રણ દિવસ સુધી કઈક અંશે કોરોનાની ઝડપ ઓછી રહેવા પામી હતી.
ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વકરી રહ્યું છે છતા લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળ્યાે છે કેટલાય કોરોના પોઝિટિવ દર્દીઓને ભરૂચની સરકારી હોસ્પિટલોમાં સમયસર સારવાર ન મળવાના કારણે વડોદરા અને સુરતની હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી રહી છે ,તેવા જ બે દર્દીઓ ભરૂચની સિવિલ હોસ્પિટલમાંથી વડોદરા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ જીવ ગુમાવ્યા છે ત્યારે ભરૂચમાં કોરોના ની સારવાર માટે દર્દીઓની હાલત કફોડી બની રહી છે.
જિલ્લા વહીવટી તંત્ર કે આરોગ્ય તંત્ર કોઈ નક્કર નિર્ણય લઇ શકતું નથી. આગામી દિવસોમાં અનેક ધામક તહેવારો આવી રહ્યા છે દશામાં વિસર્જન અર્થે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું નથી. નર્મદા નદીના ઘાટ ઉપર લોકોનું માનવ મહેરામણ ઉમટી પડશે તો કોરોના સંક્રમણની સંખ્યામાં હજી વધારો જોવા મળે તેવી દહેશત સર્જાઈ છે.