કોરોના વાઇરસના સંક્રમણ સામે ભરૂચના ગામોમાં 'નો એન્ટ્રી' ના બોર્ડ
ભરૂચ તા.29 માર્ચ 2020 રવીવાર
ભરૂચ જિલ્લામાં દેશવ્યાપી લોકડાઉન ના પગલે પૂર્વ પટ્ટી સહિત આસપાસના કેટલાયે ગામોમાં બહારના વ્યક્તિઓ અને વાહનોને પ્રવેશબંધી ફરમાવી દીધી છે.
ભરૂચના નવા તથા જુના તવરા ગામના મુખ્ય માર્ગને ગેટ બનાવી મુખ્ય માર્ગ બંધ કરી દીધો છે. હાલમાં ચાલી રહેલા કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે.જૂના તવરા અને નવા તવરા ગામમાં બહારના લોકોના પ્રવેશે તથા ફેરિયાઓ તથા અન્ય લોકોનો ગામમાં પ્રવેશ ના થાય અને ગામના હિતને ધ્યાનમાં રાખી નવા તવરા ના સરપંચ તથા જૂના તવરા ગામ ના સરપંચ દ્વારા ગામને કોરોના વાઈરસથી બચવા માટે બહારથી આવતા લોકોને અટકાવવામા આવે છે .
જેને લઇ ગામના મુખ્ય માર્ગ પર ગેટ બનાવી દેવામાં આવેલા છે.ગેટને ફાટક જેવું સ્વરૃપ આપવામાં આવેલા છે .જેથી ઇમરજન્સી સેવાઓ ચાલુ રહે અને ગામમાં અન્ય કોઇ બહારની વ્યક્તિ પ્રવેશ ના કરે તથા ગામના લોકો મહેમાન કે અન્ય કોઈ વિના કામે ગામની બહાર ના નીકળે જેને ધ્યાનમાં રાખી કામ ના મુખ્ય માર્ગ પર ગેટ બનાવી દેવામાં આવેલ છે. ભરૃચ જિલ્લાના અન્ય ગામોમાં ગામ બહાર ના લોકો માટે પાબંધી ફરમાવી દેવામાં આવી છે.