અંકલેશ્વરની હિમાની ઈન્ડસ્ટ્રિઝમાં બ્લાસ્ટ થતાં આગઃ એક કામદારનું મોત
-પાંચ કામદારોદવાખાનામાં સારવાર હેઠળ
અંક્લેશ્વર તા.11 જુન 2020 ગુરૂવાર
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ હિમાની ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા૬કામદારોને ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા હતા.ઘાયલ કામદારોનેસારવાર હેઠળ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાતા એક કામદારનું મોત નીપજયુ હતુ.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનીહિમાનીઇન્ડસ્ટ્રીઝ લી. કંપનીમાં મોડી રાત્રે રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન રિએક્ટરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જેમાં કંપનીમાં કામ કરતા૬કામદારો ગંભીર રીતે દાઝી જતા અંકલેશ્વર અનેવડોદરાની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
ગંભીર રીતે દાઝી ગયેલા કામદારોમાં વડોદરાની બીએપીએસ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એમ ડીસલાઉન્દ્દીનનું મોત નીપજ્યું હતુ. જ્યારે મનોજરાય , ઓરેન્જેબ અલી , સુજીતમહતો, રાજેશ શ્રીવાત્સવ વડોદરાસારવાર હેઠળ છે. અને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લક્ષ્મણ કનૌજિયા સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યુહતુ.
આ ઘટના અંગે ડિરેક્ટર ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થઅને જીપીસીબીએ કંપની વિરુધ્ધતપાસ આદરી કાયદેસરની કાર્યવાહી હાથધરીછે.
ઘટના અંગે કંપની સંચાલકો દ્વારા ડીપીએમસી અને ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા લાશ્કરો દોડી આવીને આગનેકાબુમાં લેવાના પ્રયત્નો શરુ કર્યાહતા.૮ ફાયર ટેન્ડરોની મદદથીઆગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૃચ જિલ્લા પોલીસવડાએ મુલાકાત લીધી હતી.