ખુનનો પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં આરોપી ભરૂચથી ઝડપાયો
ભરૂચ તા.2 જાન્યુઆરી 2020 ગુરૂવાર
ભરૂચ એસ.ઓ.જી. પોલીસે પાટણના હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગુનાના આરોપી ને ભરૃચ થી ઝડપી પાડયો હતો.
રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. જેને પગલે આવા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે રાજ્યની પોલીસ દ્વારા તમામ પોલીસ મથકોમાં તેની વિગતો મોકલવામાં આવી છે.
તેના ભાગરૃપે પાટણ જિલ્લાના પાલીતાણા પોલીસ મથકમાં ખૂનની કોશિશ, જીવલેણ ઇજા અને રાયોટિંગના ગુનામાં નાસતો ફરતો આરોપી કિશન અશોક ચુડાસમા રહેવાસી વેજલપુર ભરૂચને મુસાફરખાના નજીકથી એસ.ઓ.જી પોલીસે ઝડપી લીધો હતો .તેને પાટણ પોલીસના હવાલે કર્યો હતો.