Get The App

ભરૂચમાં વરસાદથી રસ્તા ધોવાતાં ઉબડખાબડ માર્ગોથી હેરાનગતિ

- રસ્તાઓ પહેલા જ વરસાદમાં બિસ્માર થતાં ગેરરીતિનો પર્દાફાશ

Updated: Jul 28th, 2019

GS TEAM

Google News
Google News
ભરૂચમાં વરસાદથી રસ્તા ધોવાતાં ઉબડખાબડ માર્ગોથી હેરાનગતિ 1 - image

ભરૂચ, તા. 28 જુલાઇ 2019 રવિવાર

ભરૂચ શહેરના વિવિધ માર્ગો પ્રથમ વરસાદમાં જ ધોવાઇ જતાં ખાડા પડવાથી ઉબડખાબડ બની જતાં વાહનચાલકોની ભારે હેરાનગતિ થઇ રહી છે. માર્ગો બનાવવામાં ભારોભાર ગેરરીતિ થઇ હોવાનું જણાઇ આવ્યું છે. 

ભરૂચમાં સતત એક કલાક મૂશળધાર વરસાદ પડતાં શહેરના ઘણાખરા માર્ગો પર ખાડા પડી જઇ તેમાં પાણી ભરાઇ રહ્યાં હતાં, આથી આ માર્ગોની ખાનાખરાબી સર્જાઇ છે. 

માર્ગોના કપચી, ડામર છુટા પડી જતા પડેલા ખાડાઓમાંથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માત નડી રહ્યા છે. પાણી ભરાયેલા રહેતા માર્ગો પરના ખાડાઓનો કોઇ અંદાજ વાહનચાલકોને આવતો નથી અને તેઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. 

ભરૂચના કસક સર્કલ, સ્ટેશન રોડ, સેવાશ્રમરોડ, પાંચબત્તી રોડ, મહાત્મા ગાંધીરોડ, સોનેરી મહેલ રોડ સહિત અનેક માર્ગોની દુર્દશા સર્જાઇ છે. આથી આ માર્ગો બનાવવામાં કોન્ટ્રાકટરોએ  આચરેલી ગેરરીતિનો પર્દાફાશ થયો છે. લોકો અને આગેવાનો પાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. 

Tags :