ભરૂચ તા.18 માર્ચ 2020 બુધવાર
પેરોલ ફર્લો સ્કોવોર્ડ ભરૂચની ટીમે વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ભરૃચ ખાતેથી ઝડપી ભરૃચ એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.
વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકે પ્રોહિબિશન મુજબના ગુનામાં ભરૃચના ધોળીકૂઈ બજારનો સન્મુખ ઉર્ફે લાલો કોઠાવાળો નાસતો ફરતો હતો .જે અંગે પેરોલ ફર્લો સ્કોવોર્ડની ટીમે તેને ભરૃચના ધોળીકૂઈ બજાર પાસેથી ઝડપી પાડયો હતો .એ ડિવિઝન પોલીસને CRPC મુજબ વધુ કાર્યવાહી કરવા માટે સોપ્યો હતો.


