અડવાળા ગામે રૂ. 500 છુટા નહીં આપતા મહિલા પર હુમલો
-પોલીસ મથકે હુમલો કરનાર શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ
આમોદ તા.26 એપ્રિલ 2020 રવીવાર
આમોદ તાલુકાના અડવાળા ગામે ગત રોજ બપોરના સમયે ગામમાં રહેતા એક વ્યક્તિએ ૫૦૦ રૃપિયાના છુટા માંગ્યા હતા. પરંતુ મહિલા પાસે છુટા ના હોવાથી ગમે તેમ ગાળો બોલી તેના પતિને લોખંડની પાઇપ વડે ફટકારી હાથમાં ફેક્ચર કર્યું હતું.આમોદ પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ તાલુકાના અડવાળા ગામે ગતરોજ બપોરે સંતોષ અંબાલાલ રાઠોડે ગામમાં સલાટ ફળીયામાં રહેતા સકીનાબેન ઉર્ફે સકુબેન મોતીભાઈ સોમા જોગી પાસે ૫૦૦ રૃપિયાના છુટા માંગ્યા હતા પરંતુ સકુબેન પાસે છુટા ના હોવાથી તેણે આપ્યા નહોતા .તે બાદ સંતોષ રાઠોડ તેના ઘરેથી જતો રહ્યો હતો અને પછી હાથમાં લોખંડની પાઇપ લઈ આવ્યો હતો .ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો .જેથી સકુબેનના પતિ મોતીભાઈ સોમા જોગીને ગાળો બોલવાની ના પાડતા તેમના લોખંડની પાઇપ મારી ફેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આમોદ પોલીસે સકુબેનની ફરિયાદને આધારે ગુનો નોંધી સંતોષ અંબાલાલ રાઠોડની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.