અંકલેશ્વરની માનસી મોટર્સમાં રૂ .5.51 લાખની કર્મચારી દ્વારા ઉચાપત
-આર ટી ઓનાં પૈસા જમા ન કરાવી અંગત ખર્ચમાં વાપરી નાખતા ફરિયાદ નોધાઇ
અંક્લેશ્વર તા.19 ઓક્ટાેબર 2019 શનિવાર
અંક્લેશ્વર માનસી મોટર્સનાં કર્મચારીએ આર ટી ઓમાં જમા કરવાનારા રૂ.5.51 લાખ પોતાના અંગત કામમાં વાપરી નાખી ઉચાપત કરતા મામલો પોલીસ મથકમાં નોંધાયો હતો.
અંકલેશ્વર રાજકમલ આર્કેડ પાસે આવેલા માનસી મોટર્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ચિરાગ સુનિલભાઈ શાહ રહેવાશી સરદાર પાર્ક , જી આઇ ડી સી , અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં નોંધાવે હતી.ફરિયાદ મુજબ માનસી મોટર્સમાં આર ટી ઓને લગતા કામ કરતા કર્મચારી જુબીલ મોતીભાઈ ઘડીયારહેવાશી પૂનમ સોસાયટી , જી આઇ ડી સી , અંકલેશ્વરનાં ઓ એ તા .1 -8 -2018 થી 21 - 12 - 18 દરમિયાન વાહનોનાં રજીસ્ટ્રેશન માટે આવતા રૃપિયા માનસી મોટર્સમાં જમા ન કરાવીને પોતાના અંગત કામમાં ખર્ચ કરી દીધા હતા.
જે અંગેની જાણ માનસી મોટર્સમાં થતા જુબીન ઘડીયા એ કરેલી રૂ. 5.51 લાખની ઉચાપત અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.આ અંગે શહેર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી હતી.