અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસેનાં ઐયપ્પા મંદિરમાં ચોરી
અંક્લેશ્વર તા.29 સપ્ટેમ્બર 2019 રવીવાર
અંકલેશ્વર ગડખોલ પાટીયા નજીક આવેલ ઐયપ્પા મંદિરની ઓફિસમાથી રોકડા રૂપિયાની ચોરી થઇ હતી .બનાવ અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી.
મળતી માહિતી મુજબ તા. ૨૭મી ની રાત્રીના પોણા નવ વાગે ઓફિસને તાળુ મારી મંદિરના ખજાનચી વેણગોપાલ તંગપ્પન નાયર પોતાના ઘરે જતા રહ્યા હતા. તે બાદ તા.28 મીની વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ મંદિરના વોચમેનોએ મંદિરની ઓફિસના દરવાજાનો નકુચો તટેલો હોવાની જાણ કરતા વેણગોપાલ તંગપ્પન નાયર મંદિરે દોડી આવ્યા હતા.
મંદિરની ઓફિસમાં તપાસ કરતા ઓફિસની તીજોરીની અંદરના લોકરમાં મુકેલ કાળા કલરના મોટા પાકિટમાં મંદિરનાં ધામક વિધનાં રાખેલ રોકડા રૂપિયા 18,280 ની ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડતા આ અંગેની પોલીસ ફરિયાદ શહેર પોલીસ મથકમાં નોંધાવી હતી.