અંકલેશ્વર લેબર કોન્ટ્રાકટ એજન્સીનાં કર્મચારીની રૂ. ૩ લાખ રોકડા ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર
-કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોનાં પગારનાં નાણાં ચોરાયા
અંક્લેશ્વર તા.8 નવેમ્બર 2019 શુક્રવાર
અંકલેશ્વરનાં જુના નેશનલ હાઇવે નંબર 8 થી બેન્ક પાસે એક બાઈક પર રૂ .3 લાખ ભરેલી બેગની તફડંચી કરી ગઠિયો ફરાર થઈ ગયો હતો.ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ચલાવતી અંકિત એજન્સીનો એક કર્મચારી મોહિત પ્રજાપતિ ચેક લઈ લેબર કોન્ટ્રાક્ટનાં લેબરો નો પગાર ચૂકવવા માટે કોટક મહિન્દ્રા બેન્કમાં ગયો હતો. ત્યાંથી લેબર કોન્ટ્રાક્ટરનાં લેબરોનો પગાર ચૂકવવા માટે રૂ.3 લાખ રોકડા એક બેગમાં મૂકી પોતાની બાઈક પરત ફરી રહ્યો હતો.
દરમિયાન રસ્તામાં તેને શરીરનાં ભાગે ખંજવાળ આવતા તેણે બાઈક સાઇડ ઉપર ઉભી રાખી અને બાઈક ઉપર રૂપિયા ભરેલિ લાલ રંગની બેગ તેમજ હેલ્મેટ મૂકી નજીક નાં એક ગલ્લા પરાથી પાણીનો જગ લઈ બોચીના ભાગને ધોઈ હતી. બાઈક પાસે આવતા તેણે જોયું કે પૈસા ભરેલી બેગ બાઈક ઉપરથી ગાયબ થઈ ગઈ હતી.
તેણે આજુબાજુ તપાસ કરતા કોઈ નજરે ન ચઢતા અંતે તેણે પોતાના શેઠ રામઝાદસિંહ પ્રજાપતિ ને ફોન કરીને ઘટના સૃથળે બોલાવ્યા હતા. આમ છતાંય કોઈ સઘળ ન મળતા અંતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે આ અંગેની પોલીસ ફરિયાદ કરાતા પોલીસે તપાસનાં હાથ ધરી છે.