Get The App

ભરૂચ: જૂના સરદાર બ્રિજ પાસે તેલ ભરેલું ટેન્કર પલટી માર્યુ

-ત્રણ ક્રેઇનની મદદથી ટેન્કરને રસ્તાની બાજુમાં લઇ વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો

Updated: Mar 22nd, 2020

GS TEAM

Google News
Google News
ભરૂચ: જૂના સરદાર બ્રિજ પાસે તેલ ભરેલું ટેન્કર પલટી માર્યુ 1 - image

ભરૂચ તા.22 માર્ચ 2020 રવીવાર

ભરૂચના નેશનલ હાઈવે ઉપર થી અંકલેશ્વર તરફ જતું તેલ ભરેલું ટેન્કર ભરૃચ તરફ ના જૂના સરદાર બ્રીજ નજીક ટેન્કર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલ્ટી મારી જતા સમગ્ર તેલ ખાલી માં વહી જતાં તેલનું તળાવ ભરાયું હતું.

ભરૂચના નેશનલ હાઈવે ઉપર થી તેલ ભરેલું ટેન્કર અંકલેશ્વર તરફ જતું હતુ.તે દરમિયાન જૂના સરદાર બ્રીજ નજીક તેલ ભરેલા ટેન્કર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેન્કર રોડની સાઈડ પલટી મારી ગયું જોકે ટેન્કરમાં મોટા પ્રમાણમાં તેલનો જથ્થો હોવાના કારણે ટેન્કરમાં કેટલીક જગ્યાએ લીકેજ થતા સમગ્ર તેલ માર્ગ ઉપર વહી રોડની સાઇડ ઉપર ગટરના પાણી સાથે તેલનું તળાવ ભરાયું હતું .

આ અકસ્માતના પગલે ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો . ટ્રાફિક જામના દ્રશ્યો  સર્જાયા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી ત્રણ જેટલા ક્રઇેનની મદદથી પલટી મારી ગયેલા ટેન્કરને રોડની સાઇડ ઉપર થી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાની કવાયત હાથ ધરી હતી. 

તેલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા સમગ્ર તેલનો જથ્થો વહી જવાના કારણે લાખો રૂપિયાનું તેલ ગટરના પાણી સાથે ભળી જતાં તેલ સંચાલકોને નુકસાન થવા પામ્યું હતું હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટેન્કર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે. 

Tags :