જંબુસરમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના 6 કેસનો વધારો
-નગરમાં નવા નવા વિસ્તારોમાં પ્રસરતું સંક્રમણ, અત્યાર સુધીમાં કોરોના કેસની કુલ સંખ્યા 47 ઉપર પહોંચી
જંબુસર તા.21 જુન 2020 રવીવાર
ભરૂચ જિલ્લાના બધા તાલુકામાં સૌથી વધારે કોરોના સંક્રમિત જંબુસર તાલુકો છે. તેમાં જંબુસર નગરમાં દરરોજ કોરોના દર્દીઓની સંખ્યામાં ચિંતા જનક વધારેા થઈ રહ્યો છે. રવિવારે વધુ છ કોરોના દર્દીઓ આવતાં તાલુકામાં કોરોના દર્દીઓની સંખ્યા 47 સુધી પહોંચી ગઈ છે. તા. 20 મી ના રોજ રીપોર્ટ આવતાં પહેલાં જ કોરોના પોઝિટિવ દર્દીનું ગત મોત નિપજ્યું હતું.
આજરોજ જાહેર થયેલા કોરોના પોઝિટિવ નગર ના બે નવા વિસ્તારો સોનીચકલા તથા વેલ્ફેર સોસાયટી નો સમાવેશ થાય છે .હવે ભાગલીવાડ તથા કપાસીયા પુરા બાદ બંટીફળીયાના વધુ કેસ જાહેર થતાં બંટીફળીયુ હોટસ્પોટ બન્યું હોય તેમ જણાઈ રહયું છે. આજે જાહેર કરાયેલ કોરોના પોઝિટિવ ના 6 કેસો પૈકી ૩વ્યક્તિ તો શાકભાજી ના વેપારી છે .
તેઓની દુકાનો ઉપર થી શાકભાજી કેટલાંય નગરજનો લઇ ગયા હશે તો આવાં ગ્રાહકોને શોધવા કઇ રીતે તે પણ એક વિચારવા જેવી બાબત છે. આરોગ્ય વિભાગ ધ્વારા કોરોનાના કેસો નાથવા હોટસ્પોટ સહીત નગરના જુદા જુદા વિસ્તારોમાં સેમ્પલ લેવા જરૂરી છે. જંબુસર પાલિકા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા બાદ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે .
જંબુસરનો નાઝ સિનેમાની આસપાસનો વિસ્તાર સૈાથી વધારે સંક્રમિત હતો .આજે કોરોનાએ નવા છ વિસ્તારો પકડમાં લીધા છે. જેનો સીધો અર્થ એ છે કે કોરોના વાયરસે આખા જંબુસરમાં પગ પેસારો કરી દીધો છે.
શનિવારે કોરોના પાંચ દર્દીઓ મળતાં એવું લાગતું હતું કે કોરોના સંક્રમણની ગતિ ઘટી ગઈ છે. શનિવારે પહેલા કોરોના સંક્રમિતોની સંખ્યા પાંચથી વધુ આવતી હતી. પરંતું રવીવારે ફરીથી છ કોરોના દર્દીઓ મળી આવતાં નગરજનો ચિંતામાં મુકાયા છે.
કોરોનાના ઉપરા ઉપરી કેસ આવતાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર રઘવાયું થયું છે. તંત્રએ પુરૃ ધ્યાન જંબુસર તાલુકા ઉપર કેન્દ્રીત કર્યું છે. તંત્રએ જંબુસરના અલગ અલગ વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરવાને બદલે આખા નગરના ચારે તરફના રસ્તા સીલ કરી દેવાયા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની બધા વેપાર ધંધા પર રોક લગાવી દેવાઈ છે.
ભરૂચ નગર અને અન્ય તાલુકાઓમાં કોરોના વાઈરસે પગપેંસારો કર્યો ત્યાંરે છેક લોકડાઉન પુર થયું ત્યાં સુધી જંબુસર તાલુકો કોરોના મુક્ત હતો .જેવું અનલોક-1 શરૂ થયું ,જંબુસર અને તાલુકાના ચિંતાજનક રીતે કોરોના સંક્રમિત થવા લાગ્યો છે.
-જંબુસરના છ કોરોના પોઝિટિવ ના દર્દીના નામ
(1) મુન્શી યાકુબ હસન (ઉ.65 વેલ્ફેર સોસાયટી,જંબુસર)
(2) અનીફા બેન રસુલ શેખ (ઉ.63 કપાસીયા પુરા, જંબુસર)
(3) ભાઇલાલ છગનભાઈ પટેલ ( રીપોર્ટ આવતાં અગાઉ મરણ) ઉ.વ. 80 બંટીફળીયા,જંબુસર)
(4) મુકેશ પટેલ (ઉ. 55 બંટીફળીયા, સોની ચકલા જંબુસર)
(5) ચિરાગ સુંદર પટેલ (ઉ. 52 ભૂત ફળિયા,સોનીચકલાં જંબુસર)
(6) દાઉદ ઘાંચી (ઉ. 46 કપાસીયા પુરા જંબુસર)