Get The App

રૂપનગર એસઆરપી કેમ્પ પાસે ટવેરા સાથે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

-બાઈક ચાલક ભોજપુરથી વાગલખોડ જતી વેળા અંકલેશ્વર નેત્રંગ હાઇવે પર ટવેરા ચાલકે અકસ્માત સર્જ્યો

Updated: Dec 13th, 2019

GS TEAM

Google News
Google News
રૂપનગર એસઆરપી કેમ્પ પાસે  ટવેરા સાથે અકસ્માતમાં  બાઈક ચાલકનું  મોત 1 - image

ઝઘડિયા તા.13 ડિસેમ્બર 2019 શુક્રવાર

ઝઘડિયા તાલુકાના ભોજપુર રહેતો પ્રદીપ વસાવા તેની બાઈક લઈને આજરોજ ભોજપુરથી વાગલખોડ જતો હતો તે દરમિયાન અંકલેશ્વર નેત્રંગ હાઇવે પર એક ટવેરા ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી પ્રદીપની બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં પ્રદીપ ગંભીર રીતે ઘવાતા તેનું ઘટના સ્થળેજ મોત થયું હતું.

ઝઘડિયા તાલુકાના ભોજપુર ગામે રહેતો પ્રદીપ શિરીષભાઈ વસાવા આજરોજ આધારકાર્ડ આપવામાટે વાગલખોડ ગામે જવા તેની બાઈક લઈને નીકળો હતો. પ્રદીપ જયારે અંકલેશ્વર નેત્રંગ હાઇવે પર એસઆરપી ગૃપ પાસેથી પસાર થતો હતો ત્યારે અંકલેશ્વર તરફ થી એક ટવેરા ચાલાક તેનું વાહન ગફલતભરી રીતે અને પૂર ઝડપે ચલાવી પ્રદીપની બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં પ્રદીપને પગના ભાગે, કમ્મરના ભાગે ગંભીર ઈજાઓ થાય હતી.

 ઈજાઓના પગલે સારવાર મળે તે પહેલાજ પ્રદીપનું ઘટના સ્થળે મોત થયું હતું. ટવેરા કાર ચાલાક અકસ્માત સર્જી કાર મૂકી ભાગી ગયો હતો. અકસ્માતની ઘટનાની ફરિયાદ મરણ જનાર પ્રદીપના પિતા શિરીષભાઈ નાનુભાઈ વસાવા એ ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી છે. 

Tags :