અંકલેશ્વરમાં ટ્રક પલ્ટી ખાતા દવા બનાવવામાં વપરાતુ રોમટિરિયલ રસ્તા પર રઝળ્યું
અંક્લેશ્વર તા.6 એપ્રિલ 2020 સાેમવાર
અંકલેશ્વર વાલિયા રોડ ઉપર એક ટ્રક મધ્યરાત્રિ દરમિયાન પલ્ટી મારી ગઈ હતી . સદ્દનસીબે કોઈ જાનહાની તો થઇ ન હોતી પરંતુ ટ્રકમાં ભરેલી દવા બનાવવામાં વપરાતા રોમટિરિયલ ની બેગો રસ્તા પર રઝળી પડી હતી.
છત્તીસગઢ થી વડોદરા એક ટ્રકમાં દવા બનાવવામાં વપરાતુ રોમટિરિયલ ભરીને લઇ જવામાં આવી રહ્યુ હતુ .આ ટ્રક અંકલેશ્વર વાલિયા રોડ પરથી મધ્યરાત્રિએ પસાર થઇ રહી હતી .તે દરમિયાન અચાનક ટ્રક પલ્ટી મારી ગઈ હતી .જો કે સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.પરંતુ ટ્રકમાં ભરેલા રોમટિરિયલનો જથ્થો રોડ પર પથરાય ગયો હતો.
અકસ્માત અંગેની જાણ પોલીસ તંત્રને થતા ટ્રાફિક પોલીસની ટીમે સોમવારની બપોરે ક્રેઈનની મદદથી ટ્રકને ઉઠાવી રસ્તો ક્લિયર કરી તપાસ શરુ કરી હતી.