સોડગામ પાસે બાઈકની ટક્કરે રાહદારી મહિલાનું મોત
-બાઇક ચાલક અકસ્માત સર્જી ફરાર
વાલિયા તા.9 ઓક્ટાેબર 2019 બુધવાર
વાલિયા તાલુકાના સોડગામ તુણા રોડ પર બાઈકના ચાલકે વધૃધ રાહદારી મહિલાને અડફેટમાં લેતા વૃધૃધાને ગંભીર ઈજા ાૃથતાં ઘટના સૃથળે જ મોત નીપજ્યું હતું.જયારે બાઈક ચાલક અકસ્માત સર્જી બાઈક લઇ ફરાર ાૃથઇ ગયો હતો.
વાલિયાના સોડગામના નવું ફળીયુંમાં રહેતા સોમીબેન નટવરભાઈ વસાવા સોડગામ તુણા રોડ પરથી ચાલતા પસાર થઇ રહ્યા હતા.તે દરમ્યાન તુણા ગામ તરફથી પુરપાટ ઝડપે બાઈક લઈ આવતો સોડગામનો સાગર મનહર વસાવાએ સોમીબેન વસાવાને અડફેટમાં લેતા ગંભીર ઈજા પહોંચતા ઘટના સૃથળે મોત નીપજ્યું હતું.જયારે બાઈક ચાલક સાગર વસાવા અકસ્માત સર્જી બાઈક લઇ ફરાર થઇ ગયો હતો.
આ અકસ્માતની જાણ વાલિયા પોલીસને કરાતા પોલીસ દોડી આવી સોમીબેન વસાવાના મૃતદેહને પોષ્ટ મોર્ટમ આૃર્થે ખસેડી ફરાર બાઈક ચાલક સાગર વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.