Get The App

અંકલેશ્વર નોબલ માર્કેટ પાસે શંકાસ્પદ એલ્યુમિનિયમની પાટો સાથે એક શખ્સની અટક

-પોલીસે રૂ.2.35 લાખનો મુદ્દામાલ કબ્જે

Updated: Jan 19th, 2020

GS TEAM

Google News
Google News
અંકલેશ્વર નોબલ માર્કેટ પાસે શંકાસ્પદ એલ્યુમિનિયમની પાટો સાથે એક શખ્સની અટક 1 - image

અંક્લેશ્વર  તા.19 જાન્યુઆરી 2020 રવીવાર

અંકલેશ્વરનાં નોબલ માર્કેટમાં જીઆઇડીસી પોલીસનાં સર્ચ ઓપરેશન દરમિયાન એક શેડમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમની પાટો મળી આવી હતી.પોલીસે રૃ. ૨.૩૫ લાખની પાટો કબ્જે કરીને ભંગારીયાની અટકાયત કરી હતી.

 અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સૂત્રો પેટ્રોલિંગમાં હતા ત્યારે નોબલ માર્કેટ પાસેની રિંકલ રેસીડેન્સીનાં પાછળનાં ભાગે એક શેડ ભંગારનાં ગોડાઉનમાં સર્ચ કરતા પોલીસને મોટી માત્રામાં એલ્યુમિનિયમની પાટો મળી આવી હતી.જે અંગે વિજય જયમંગલ સિંહને પોલીસે પુછતા તે પોલીસને યોગ્ય જવાબ  મળ્યો ન હતો.

જીઆઇડીસી પોલીસે એલ્યુમિનિયમની પાટો ચોરીની શંકા વ્યક્ત કરી  137  નંગ પાટો વજન 2145 કિલોગ્રામ કિંમત રૂ.2.35  લાખનો મુદ્દામાલ કબ્જે કરી વિજય જયમંગલની અટકાયત કરી હતી.આ એલ્યુમિનિયમની પાટો તે ક્યાંથી લાવી ક્યાં વેચવાનો હતો તે અંગેની પોલીસે તપાસ શરુ કરી હતી. 

Tags :