ભરૂચના ટોલટેક્સથી 7 કિલોમીટર દૂર વાહનોની લાંબી કતારો
-સુરતમાં લોકડ્રાઉન જાહેર થતા જ લોકોએ વતનની વાટ પકડી
ભરૂચ તા.23 માર્ચ 2020 સાેમવાર
દક્ષિણ વિભાગમાં સુરતમાં લોકડ્રાઉન જાહેર કરતા જ લોકોએ વતનની વાટ પકડતા મુલદ ટોલટેક્સ થી 7 કિલોમીટર દૂર વાહનોની લાંબી કતારો જામતાં કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો મૂક્યા છે . વિવિધ જિલ્લાઓમાં લોકડ્રાઉન થતા જ લોકોએ પોતાના વતનની વાટ પકડી હતી.દક્ષિણ વિભાગના સુરતમાંથી રોજગાર અર્થે સ્થાયી થયેલા લોકોએ પોતાના વતનની વાટ પકડતા સવારથી સાંજ સુધી નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
સુરત તરફના ટોલટેક્સ ઉપર ટોલટેક્સ થી 7 કિલોમીટર દૂર લાંબી કતારો જામતાં જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.તેઓને ટ્રાફિક જામ અંગે પુછતા તેઓએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસની સરકારે રજા જાહેર કરી છે .રજા પડતા અમે અમારા વતનની વાટ પકડીએ છીએ .આજે સવારથી જ સુરતમાંથી લોકો સૌરાષ્ટ્ર તરફ પોતાના વતનની વાટ પકડતા જ નેશનલ હાઈવે વાહનોથી ભરેલો જોવા મળ્યો હતો
7 કિલોમીટર દૂર વાહનોની લાંબી કતાર હોવા છતાં ટ્રાફિક જામ વાહનચાલકો ભર તાપમાં લોકોએ કલાકો સુધી ટ્રાફિકજામમાં ઉભુ રહેવું પડતું હતું .છતાં ટોલ ટેક્સ વિભાગ પોતાનો ટોલ ઉઘરાવવામાં ન બન્યું હતું.નિયમ મુજબ ટ્રાફિકજામ હોય ટોલ મુક્ત કરવાની જોગવાઈ હોવા છતાં ટોલ ટેક્સ વિભાગ ટોલ ઉઘરાવવામાં મગ્ન હતું જેને લઈ વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
ભરૃચમાં પણ બપોરના સમયે લોકડ્રાઉન જાહેર કરતા જ ટોલટેક્સ નજીકના તમામ સ્ટોલ પોલીસે તાબડતોબ બંધ કરવાની કવાયત હાથ ધરી હતી .ટોલટેક્સ થી દક્ષિણ તરફનો તમામ ટ્રાફિક જામ યથાવત રહ્યો હતો.
સરકારે કોરોના વાયરસથી સાવચેત રહેવાના ભાગરૃપે રજાઓ જાહેર કરી હતી પરંતુ લોકોએ રજાનો ફાયદો ઉઠાવી વતનની વાટ પકડતા નેશનલ હાઈવે ઉપર વાહનોના ખડકલા જોવા મળ્યા હતા.કોરોના વાયરસ જાહેરમાં અવર જવર કરવાથી અથવા એકબીજા સાથે મળવાના કારણે પણ કોરોના ફેલાતો હોવાને કારણે સરકારે રજાઓ જાહેર કરી હતી પરંતુ લોકોએ રજાની મજા માણવા માટે પોતાના વતનની વાટ પકડી હોય તેમ લાગી રહ્યું છે .