કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ : સોલવન્ટ નો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
- ભરૂચના અંકલેશ્વરમાં થીનરનુ ઉત્પાદન કરતી કંપનીની ઘટના
ભરૂચ, તા. 19 મે 2020 મંગળવાર
ભરૂચના અંકલેશ્વર ખાતે કેમિકલ કંપનીમાં કોઈક કારણોસર ભીષણ આગ લાગી છે. કંપનીના સ્ટોરમાં રાખેલા સોલવન્ટના જથ્થામાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ કેમિકલ કંપનીમાં થીનરનુ ઉત્પાદન થતું હતું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ પાણીની ટેન્કર સાથે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં લાગેલી આગના ગોટે ગોટા 10 કિલો મીટર સુધી જોવા મળતા હતા.