વલસાડ જિલ્લાના બીલીમોરાના દાંતી બંદરે ફસાયેલા 58 માછીમારો ભરૂચ ખાતે પરત ફર્યા
-તમામ માછીમારોનું પોલીસ અને તંત્ર દ્વારા સ્ક્રીનિંગ કરાયું
ભરૂચ તા.2 મે 2020 શનિવાર
કોરોના વાઇરસની મહામારી રોકવા સરકારે બે વખત લોકડાઉનની જાહેરાત કરી હતી.લોકડાઉનના પગલે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સ્થાનિક પ્રશાસનની પરવાનગી વગર આવન જાવન કરી શકાય નહીં તેવો પરિપત્ર આવતાં તેઓ ત્યાંજ રોકાઈ ગયા હતા.
રોજીરોટીની આશાએ માછીમારી કરવા લોકડાઉનની જાહેરાતના દિવસેથી જ ભરૃચના કેટલાક માછીમારો વલસાડ જિલ્લાના બીલીમોરા, દાંતી બંદરે કેટલાક ભરૃચના માછીમારો ફસાય હતા.આ કપરા સમયે સરકાર અને તંત્રને પૂરેપૂરો સહયોગ આપવા માછીમારોએ મક્કમ મન બનાવ્યું હતું.
જેથી તેઓ સ્થળ પર જ રોકાઈ રહેવાનું મન બનાવ્યું હતું.તેમના રહેવા જમવાની સુવિધા તેઓને રાખનાર સ્થાનિક સેવાભાવિ લોકોએ કરી હતી. હાલ જિલ્લા કલેકટરની પરવાનગી મળતા 58 માછીમારો પોતાના માદરે બોટ મારફતે વતન ભરૂચ પાછા આવ્યા હતા.
માછીમારે દરિયાઈ માર્ગે દહેજ ખાતે આવી પહોંચતા તેમનું સ્ક્રીનીંગ કર્યું હતું. તે બાદ તેમને મળેલી પરવાનગીના આધારે તેમના નિવાસસ્થાને જવા માટે પરવાનગી આપવામાં આવી હતી. કેટલાય દિવસો બાદ પોતાના વતને પાછા આવતા માછીમારો અને તેમના પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી હતી.