ભરૂચમાં લેબ ટેકનિશીયન અને ડોક્ટર સહિત 32 ને કોરોના સંક્રમણ
-અંકલેશ્વર 12 ,ભરૂચ-10, ઝઘડિયા-4, હાસોટ 3 , આમોદ-2, જંબુસર-1 કેસ સાથે કુલ આંક 507 થયો
ભરૂચ તા.14 જુલાઇ 2020 મંગળવાર
ભરૂચ જિલ્લામાં કોરોના સતત વકરી રહ્યો છે.આજે નવા 32 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં એક તબીબ અને લેબ ટેક્નિશિયન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે જ્યાંરે અંકલેશ્વરમાં કોરોનાની સારવાર લેતા દર્દીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ભરૂચ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના દર્દીઓના પગલે ભરૂચ જિલ્લામાં પૂનઃ એકવાર લોક ડાઉનની જરૂર જણાઈ રહી છે.
ભરૂચ જિલ્લામાં દિવસે દિવસે કોરોનાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.ભરૂચ જિલ્લામાં આજરોજ નવા 32 પોઝિટિવ કેસ નોંધાયા હતા.ભરૂચ જિલ્લાને હવે કોરોનાથી ભગવાન બચાવી શકે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે. સરકારે અને તંત્રએ કોરોના ને નાથવા માટે હાથ ઊંચા કરી દીધા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ભરૃચ જિલ્લામાં કોરોના નું સતત સંક્રમણ વધી રહ્યું છે .
તંત્ર પણ કોરોનાને નાખવા માટે માત્ર જાહેરનામા પ્રસિદ્ધ કરી રહ્યું છે .ભરૂચ જિલ્લામાં કોરોના ને નાથવા માટે કડકાઈ ભર્યું વલણ અપનાવવા સાથે લોક ડાઉનની જરૂર જણાઈ રહી છે ભરૂચ જિલ્લામાં ઉમલ્લા સી.એચ.સી ના ડોક્ટર ઝંખનાબેન શંકરભાઈ પટેલ તથા લેબ ટેકનીશીયન ભાવેશભાઈ સુભાષચંદ્ર મોદી કોરોના પોઝિટિવ કુલ 32 કોરોના પોઝિટિવ નોંધાયા છે.
જેમા ભરૂચ 10 આમોદ 2 અંકલેશ્વર 12 જંબુસર 1 ઝઘડિયા 4 હાસોટ 3 મળી 32 કોરોના પોઝિટિવ કેસ ભરૃચ જિલ્લામાં નોંધાયા હતા જેના પગલે ભરૂચ જિલ્લાનો કોરોના પોઝિટિવનો કુલ આંકડો 507 ઉપર પહોંચ્યો છે.