ભરૂચ જિલ્લામાં કોરોના 26 કેસ 6 કોરોના શંકાસ્પદ દર્દીના મૃત્યુ
-ભરૂચ-15, અંકલેશ્વર-6, જંબુસર-૩, ઝઘડિયા-1, હાસોટમાં 1 કેસ સાથે કોરોના કેસની સંખ્યા 791
ભરૂચ તા.25 જુલાઇ 2020 શનિવાર
ભરૂચ જિલ્લામાં સતત કોરોના વકરી રહ્યો છે આજે નવા 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.ભરૂચમાં કોરોનાના અત્યાર સુધીમાં 781 કેસ નોંધાવા પામ્યા છે. ભરૂચ જિલ્લાની ખાનગી હોસ્પિટલ તથા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ તેમજ વડોદરાની એક હોસ્પિટલ મળી ત્રણ હોસ્પિટલોમાં પાંચ દર્દીઓના કોરોના અને શંકાસ્પદ મોત નિપજ્યા હતા જેઓના અંતિમ સંસ્કાર માટે તંત્ર દ્વારા ઉભું કરવામાં આવેલ સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા
ભરૃચ જિલ્લામાં કોરોના એ પણ આજે પોતાની હાજરી 26 દર્દીઓ સાથે નોંધાવી હતી. ભરૂચ જિલ્લામાં નવા 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.ભરૂચ 15 અંકલેશ્વર 6, જંબુસર ૩ ઝઘડિયા 1 હાસોટ એક મળી 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જે ભરૂચ જિલ્લાનો કુલ આંકડો 791 પર પહોંચ્યો છે.
ભરૂચ જિલ્લામાં ભરૂચની ખાનગી હોસ્પિટલ તથા અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ના કોવિડ 19 વોર્ડના બે અને વડોદરાની એક મળી ત્રણ હોસ્પિટલોમાં કોરોના અને શંકાસ્પદ પાંચ દર્દીઓના મોત નિપજ્યા હતા.
તેઓના અંતિમ સંસ્કાર ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નદીકાંઠે કોવિંદ 19 સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.ભરૂચ જિલ્લામાં કોરોનાની સંખ્યા સાથે મૃત્યુઆંક સતત વધી ગયો છે પરંતુ જો તંત્રના ચોપડે મૃત્યુઆંક માત્ર 16 પર સ્થિર થઈ ગયો છે .તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દી અને મૃત્યુ છુપાવાઇ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.