Get The App

ભરૂચ જિલ્લામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

-અંકલેશ્વર-9 ભરૂચ-2 , જંબુસર-1 , વાલીયા-2, ઝઘડિયા-1, વાગરા-4 અને હાસોટમાં -૩ કેસ

Updated: Jul 20th, 2020

GS TEAM

Google News
Google News
ભરૂચ જિલ્લામાં  22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા 1 - image

ભરૂચ તા.20 જુલાઇ 2020 સાેમવાર

ભરૂચ જિલ્લાના નવ તાલુકા પૈકી સાતમાં 22કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમોદ અને નેત્રંગ તાલુકામાં કોરોનાનો નવા કેસ ન આવતાં બે તાલુકાએ રાહતનો શ્વાસ લીધો છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 665  ને પાર થઈ ગયો છે. 

ભરૂચ જિલ્લામાં કોરોનાને નાથવા તંત્ર સદંતર નિષ્ફળ નિવડી રહ્યું છે ભરૂચમાં આજે નવા 22 કોરોના પોઝિટિવ સાથે  આંકડો  665  ને પાર થવા પામ્યો છે ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રના જાહેરનામાનો કડકાઇથી અમલ થાય તે જરૂરી છે. 

ભરૂચ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં દિવસે દિવસે વધારો થયો છે .ઘણા ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે . કેટલાય દર્દીઓ ભરૃચ જિલ્લાની બહાર હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે  ભરૂચ જિલ્લામાં કોરોનાનો ચોક્કસ આંકડો સામે આવી શકતો નથી . આજે નવા 22 કોરોના પોઝિટિવ નોંધાયા હોવાના અહેવાલો આરોગ્ય તંત્ર પાસેથી મળી રહ્યા છે .

જેમાં અંકલેશ્વર 9,ભરૂચ 2,જંબુસર 1,વાલીયા 2,ઝઘડિયા 1,વાગરા 4,હાસોટ ૩,મળી કુલ ભરૂચ જીલ્લામાં 22 કોરોના પોઝિટિવ નોંધાતા  ભરૂચ જિલ્લાનો કુલ આંકડો 265 ને પાર પહોંચ્યો છે.  નેત્રંગ અને આમોદ તાલુકામાં નવા કેસ નોંધાયા ન હતી.  ભરૂચના ભીડભંજનમાં રહેતા મુલચંદભાઇ સુરતીનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આજે 26 દર્દીઓને સાજા થતા રજા આપી હતી. તે સાથે અત્યાર સુધીમાં  જિલ્લાના કુલ 410 વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ છેલ્લા બે દિવસથી કોરોનાના કેસ વધવા સામે સાજા થઈને રજા આપતા વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે.  

ચાર વાગ્યા બાદ  ભરૂચના બજારો ધમધમતા જોવા મળી રહ્યા છે .વહીવટી તંત્રના જાહેરનામાનો કડકાઇથી અમલ કરાવે તે જરૂરી છે નહીંતર આવનારા સમયમાં કોરોનાની સંખ્યામાં વધારો થાય તો નવાઇ નહીં કારણ કે સવારથી જ ભરૂચના તમામ જાહેર માર્ગો વાહનોથી ધમધમતા જોવા મળી રહ્યા છે. 

કેટલાય શાકભાજી બજારો બંધ કરી દેવાતા ભરૂચના અનેક જાહેરમાર્ગોના બંને સાઇડના ફૂટપાથ ઉપર શાકભાજી અને ફ્ટ ની લારી વાળાઓ અડિંગો જમાવી મેળાવડો જમાવી રહ્યા છે.કોરોના સંક્રમણ નાખવા માટે જિલ્લા વહીવટી તંત્રએ ભર્યું વલણ અપનાવવું પડશે તેવી માંગ ઉઠી રહી છે. 

Tags :