ભરૂચ અને છ તાલુકામાં કોરોના પોઝિટિવના 19 કેસ
-ભરૂચ - 7, આમોદ-2 ,અંકલેશ્વર-1, જંબુસરમાં -4, હાંસોટ-૩ અને વાલીયા-1 કેસ મળી કુલ ૨૯૪ કેસ
ભરૂચ તા.4 જુલાઇ 2020 શનિવાર
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે. આજે વધુ નવા 18 કોરોના પોઝિટિવ નોંધાતા ભરૂચ જિલ્લાના પોઝિટિવનો આંકડો 294 થયો છે.ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, લોકોમાં સાવચેતી આવે તે જરૂરી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે.ભરૂચજિલ્લાના લોકોમાં પણ સાવચેતીનો અભાવ જોવા મળી આવશે ભરૂચ જિલ્લામાં આજે વધુ 18 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભરૃચ તાલુકામાં 7, આમોદમાં 2 અંકલેશ્વરમાં 1, જંબુસરમાં 4, હાંસોટમાં ૩ અને વાલીયામાં 1 પોઝીટીવ કેસ મળી 18 કોરોના પોઝિટિવ સાથે ભરૃચ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 294 ને પાર થવા પામી છે.ભરૂચ જિલ્લામાં સાચા અર્થમાં હવે લોકડાઉનની જરૃર હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે.
ભરૃચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થતાં તંત્ર પણ દોડતું થયું છે. પરંતુ હજુ પણ લોકોમાં સાવચેતીઓનો અભાવ જોવા મળ્યો છે. ભરૃચમાં સવાર થતાંની સાથે જ જાહેર માર્ગો વાહનો અને રાહદારીઓથી ધમધમતા જોવા મળ્યા હશે ત્યારે ભરૃચ જિલ્લા વહીવટીતંત્રએ હવે કડકાઈ ભર્યું વલણ અપનાવવું પડશે તો જ ભરૃચ જિલ્લામાં કોરોના ઉપર અંકુશ મેળવી શકાશે, નહીં તો આવનારા સમયમાં ભરૂચ જિલ્લામાં સૌથી વધુ પોઝિટિવ નોંધાય તો નવાઈ નહીં.