Get The App

ભરૂચ અને ચાર તાલુકા સહિત કોરોના પોઝિટિના 13 કેસ નોંધાયા

-ભરૂચ જિલ્લામાં સરેસાશ પ્રતિ બે કલાકે 1 કેસના દરે વધતા કોરોનાના કેસ

Updated: Jul 2nd, 2020

GS TEAM

Google News
Google News
ભરૂચ અને ચાર તાલુકા સહિત કોરોના પોઝિટિના 13 કેસ નોંધાયા 1 - image

ભરૂચ  તા.2 જુલાઇ 2020 ગુરૂવાર

ભરૂચ  જિલ્લામાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ભરૃચ જિલ્લામાં પ્રતિ બે કલાકના દરે એક કોરોના પોઝિટિવના કેસનો વધારો થઈ રહ્યો છે. ભરૃચ અને અન્ય ચાર તાલુકા સહિત ગુરૂવારે કુલ 13 કોરોનાના કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 263 થઈ છે. 

ભરૂચ  જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવના આંકડાઓમાં સતત વધારો થયો છે. આજે  નવા નોંધાયેલા કોરોના પોઝિટિવ માં જંબુસર 4 ભરૂચ  6 અંકલેશ્વર 1 ઝઘડિયા 1  આમોદ 1 મળી કુલ 13  કોરોના પોઝિટિવ નોંધાયા છે . ભરૂચ જિલ્લાનો કોરોના પોઝિટિવનો આંકડો ૨૬૩ને પાર થવા પામ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ દિવસે દિવસે કોરોના પોઝિટિવ ની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. લોકોમાં પણ સાવચેતી આવે તે જરૂરી છે.

ભરૂચ  જિલ્લામાં અનલોક 1 માં કોરોના પોઝિટિવની સંખ્યા  ચાર ગણી થઈ જવા પામી છે.હજુ પણ કોરોના પોઝિટિવ ની સંખ્યા વધે તેવી દહેશત વર્તાઈ રહી છે.કોરોના પોઝિટિવના ટેસ્ટ ખાનગી લેબોમાં  કરતાં કોરોના પોઝિટિવ ની સંખ્યા સતત વધી રહી હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે. બપોર બાદ છ નવા કોરોના પોઝિટિવના કેસ ખાનગી લેબોરેટરીમાં નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

Tags :