Baroda

Zydex કંપનીના ડાયરેક્ટર ડો.અજય રાયકાનું વ્હોટસએપ હેક કરી 1.03 કરોડની ઠગાઈ

By GS Team
13 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં સાયબર ઠગોએ ઝાયડેક્સ કંપનીના ડાયરેક્ટરના નામે 1.03 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ગોત્રી સેવાસી રોડ પર આવેલી ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝના જનરલ મેનેજર સુભાષભાઈ ગુપ્તાને ડાયરેક્ટર ડો. અજય રાયકાના નામે મેસેજ આવ્યો હતો. ઠગોએ જુદા જુદા બેંક ખાતામાં કુલ 1.03 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ મામલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Zydex કંપનીના ડાયરેક્ટર ડો.અજય રાયકાનું વ્હોટસએપ હેક કરી 1.03 કરોડની ઠગાઈ

Vadodara Cyber Fraud : વડોદરાની ઝાયડેક્સ કંપનીના ડાયરેક્ટરના નામે ઓનલાઇન ઠગોએ 1.03 કરોડની છેતરપિંડી કર્યાનો બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગોત્રી સેવાસી રોડ પર આવેલી ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાલીના જનરલ મેનેજર સુભાષભાઈ ગુપ્તાએ પોલીસને કહ્યું છે કે અમારી કંપનીમાં એસોસિયેટ મેનેજર મિનેશ દેસાઈ નેટબેન્કિંગ માટે ડાયરેક્ટરની એપ્રુવલ લેવલનું કામ કરે છે. ગઈ તા.નવમી ઓક્ટોબરે મારા ઉપર ડાયરેક્ટ દો અજય રાયકાનો મેસેજ આવ્યો હતો.
ડાયરેક્ટરે મને એક મિટિંગમાં હોવાથી હાલ કોઈ ફોન નહીં કરે તેવી સૂચના આપી હતી. જેથી મેં ઓકે સર.. લખીને રીપ્લાય કર્યો હતો. ત્યારબાદ તેમને એક બેન્ક એકાઉન્ટ મોકલી તાત્કાલિક તેમાં રૂ.25.60 લાખ ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું જેથી મેં મીનેશ દેસાઈને સૂચના આપી રકમ ટ્રાન્સફર કરાવી હતી. તેમણે રકમ ટ્રાન્સફર થયાની વિગત પણ મોકલવા કહ્યું હતું.
થોડીવાર બાદ ફરીથી તેમણે બેન્ક એકાઉન્ટની વિગત મોકલી 18.20 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આવી રીતે ફરીથી તેમણે બીજી એક બેંકની ડીટેલ મોકલી રૂ.23.90 લાખ ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જ્યારે ત્યાર પછી રૂ.35.60 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
સુભાષ ગુપ્તાએ કહ્યું છે કે મેસેજ આવ્યો તે વ્હોટસએપ નંબર ઉપર ડાયરેક્ટર ડો.અજય રાયકાનું નામ તેમજ તેમનો ફોટો હોવાથી વિશ્વાસમાં આવી જઈ કુલ 1.03 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ બાબતે ઓનલાઈન ઠગાઈ હોવાનું જાણી આવતા સાયબર સેલને જાણ કરી છે.