Baroda

છાણીના જ્વેલર્સને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં બુટ્ટી અને વીંટી ચોરી જનાર મહિલા ઝડપાઈ

By GS TEAM
25 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરાના છાણી વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાંથી અપ ટુ ડેટ મહિલા સોનાની બુટ્ટી અને વીંટી ઉઠાવી ફરાર થઈ હતી. ફરિયાદી અર્જુનકુમાર સોનીએ જણાવ્યું કે, બપોરે 12 વાગે કેસરી સાડી પહેરેલી મહિલાએ અડધા તોલાના દાગીના ચોર્યા. ફતેગંજ પોલીસે CCTV ફૂટેજના આધારે ખંભાતની સંગીતા મહિડાને ઝડપી પાડી, તેના પર્સમાંથી દાગીના કબજે કર્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છાણીના જ્વેલર્સને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં બુટ્ટી અને વીંટી ચોરી જનાર મહિલા ઝડપાઈ

Vadodara Crime : વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સને ત્યાંથી અપ ટુ ડેટ મહિલા સોનાની બુટ્ટી અને વીંટી ઉઠાવીને ફરાર થઈ જવાના બનાવમાં ગણતરીના કલાકમાં પોલીસે મહિલાને શોધી કાઢી છે.
છાણી ટીપી 13 ખાતે મારૂતિનંદન સોસાયટીમાં રહેતા અને ડીંગ ડોંગ ચોકડી પાસે મારુતિ દર્શન કોમ્પલેક્ષમાં જ્વેલર્સની દુકાન ધરાવતા અર્જુનકુમાર સોનીએ પોલીસને કહ્યું છે કે ગઈકાલે બપોરે 12 વાગે દુકાને હતો ત્યારે બે મહિલા દાગીના લેવા માટે આવી હતી.
આ બંને મહિલાને સોનાની બુટ્ટીઓ અને વીટી બતાવતો હતો તે દરમિયાન કેસરી કલરની સાડી પહેરેલ મહિલા પણ આવી હતી અને ચાંદીનું છત્ર જોવા માગ્યું હતું. હું દુકાનની અંદરના ભાગે જઈ જુદાજુદા છત્ર લાવ્યો હતો પરંતુ મહિલાએ છત્રની કિંમત વધુ હોવાથી ઓછી કિંમતના છત્ર બતાવવા કહ્યું હતું. જેથી મેં મહિલાને સાંજે આવવા માટે કહ્યું હતું.
સોનીએ કહ્યું છે કે ત્યારબાદ મહિલા ચાલી ગઈ હતી, જેથી મેં બુટ્ટી અને વીંટી ચેક કરતા બે જોડ બુટ્ટી તેમજ એક વીટી મળી અડધા તોલાના દાગીના ગુમ જણાયા હતા. જેથી કેસરી સાડીવાળી મહિલા દાગીના ઉઠાવી ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ફતેગંજ પોલીસે આ બાબતે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ખંભાત ખાતે રહેતી સંગીતા મહિડાને ઝડપી પાડી તેના પર્સમાંથી દાગીના કબજે કર્યા છે.
સંગીતા એ આવી રીતે કેટલા સ્થળોએ હાથ સાફ કર્યો છે તે બાબતે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.