Baroda

પ્રતાપનગર-કોલકાતા વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા પ્રતાપનગર-કોલકાતા વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ટ્રેન નંબર 03110 પ્રતાપનગરથી દર ગુરુવારે સાંજે 4.15 કલાકે ઉપડશે અને 15 ઓક્ટોબરથી 26 નવેમ્બર, 2026 સુધી સેવા આપશે. પરત ફરતી ટ્રેન નંબર 03109 કોલકાતાથી 13 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી દોડશે. આ ટ્રેન મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા સાથે દોડાવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રતાપનગર-કોલકાતા વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

Western Railways : મુસાફરોની સુવિધા અને તહેવારો દરમિયાન વધતી મુસાફરોની ભીડને પહોંચી વળવા પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા પ્રતાપનગર-કોલકાતા વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
ટ્રેન નંબર 03110 પ્રતાપનગર-કોલકાતા સ્પેશિયલ દર ગુરુવારે વડોદરાથી સાંજે 4.15 કલાકે ઉપડશે અને શનિવારે બપોરે 12.05 કલાકે કોલકાતા પહોંચશે. આ ટ્રેન 15 ઓક્ટોબરથી 26 નવેમ્બર, 2026 સુધી દોડશે. પરત ફરતી ટ્રેન નંબર 03109 કોલકાતા-પ્રતાપનગર સ્પેશિયલ દર મંગળવારે સવારે 8 વાગ્યે કોલકાતાથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે 11.40 કલાકે પ્રતાપનગર પહોંચશે. આ સેવા 13 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી રહેશે.
બંને દિશામાં આ ટ્રેન વડોદરા, ગોધરા, રતલામ, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ઈદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, અનુરાગ નારાયણ રોડ, ગયા, તિલૈયા, નવાદા, શેખપુરા, કિઉલ, ઝાઝા, જસીડીહ, મધુપુર, ચિત્તરંજન, આસનસોલ, દુર્ગાપુર અને બર્ધમાન સ્ટેશનો પર રોકાશે.