Baroda

વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાથી ગાજરાવાડી ટાંકી ખાતે રવિવારે પાણી વિતરણના સમયમાં ફેરફાર

By GS Team
21 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં રવિવાર, 22 નવેમ્બરે પાણી વિતરણના સમયમાં ફેરફાર કરાયો છે. MGVCL દ્વારા ગાજરાવાડી ટાંકી ખાતે સવારે 9 થી 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રખાશે. આથી, વાડી, ભરતનગર, રાવપુરા સહિતના વિસ્તારોમાં નિયમિત સમય કરતાં એક કલાક વહેલું પાણી મળશે. કોર્પોરેશને નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વીજ પુરવઠો બંધ રહેવાનો હોવાથી ગાજરાવાડી ટાંકી ખાતે રવિવારે પાણી વિતરણના સમયમાં ફેરફાર

Vadodara Corporation : વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં આવતીકાલે રવિવાર, તા.22 નવેમ્બરના રોજ પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એમજીવીસીએલ દ્વારા ગાજરાવાડી ટાંકી ખાતે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર હોવાથી પાણી પુરવઠાની કામગીરીના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
પાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ગાજરાવાડી ટાંકી ખાતેથી કરવામાં આવતા પાણી વિતરણના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આથી સંબંધિત વિસ્તારોમાં નિયમિત સમય કરતાં એક કલાક વહેલું પાણી વિતરણ કરવામાં આવશે.
જાહેર કરાયેલા નવા સમયપત્રક મુજબ ઝોન-1માં વાડી વિસ્તાર, નવજીવન તથા મેમણ કોલોનીમાં સવારે 5થી 5:45 વાગ્યા સુધી પાણી આપવામાં આવશે. ઝોન-2માં ભરતનગર તથા રાજમહેલ રોડ વિસ્તારમાં સવારે 5:45થી 6:30 વાગ્યા સુધી પાણી વિતરણ થશે. જ્યારે ઝોન-3ના રાવપુરા, કિશનવાડી તથા નવગ્રહ મંદિર વિસ્તારમાં સવારે 6:30થી 7 વાગ્યા સુધી પાણી મળશે. આ ઉપરાંત બકરાવાડી બૂસ્ટિંગ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં સવારે 5:45થી 6:45 વાગ્યા સુધી પાણી વિતરણ કરવામાં આવશે. પાલિકાએ સંબંધિત વિસ્તારોના નાગરિકોને પાણી વિતરણના બદલાયેલા સમયની નોંધ લેવા તેમજ જરૂરી પાણીનો સંગ્રહ કરી સહકાર આપવા અપીલ કરી છે.