Baroda

વડોદરા: પાણીગેટ રાણાવાસ વિસ્તારના મકાનમાં આગ લાગતા યુવકનો બચાવ, હિંદુ-મુસ્લિમ રહીશો મદદે આવ્યા

By GS Team
21 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે શોર્ટ સર્કિટથી નિલેશભાઈ રાણાના મકાનમાં આગ લાગી હતી. જૂનું મકાન હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. સદનસીબે નિલેશભાઈ પાછલા દરવાજેથી સુરક્ષિત બહાર નીકળી ગયા. સ્થાનિક હિન્દુ-મુસ્લિમ રહીશો અને ફાયર બ્રિગેડે સાથે મળીને આગને કાબુમાં લીધી, જેથી આસપાસના મકાનોને નુકસાન થતું અટકાવ્યું. આગમાં ફ્રીઝ, ટીવી સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: પાણીગેટ રાણાવાસ વિસ્તારના મકાનમાં આગ લાગતા યુવકનો બચાવ, હિંદુ-મુસ્લિમ રહીશો મદદે આવ્યા

Vadodara: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની સાથે સ્થાનિક રહીશો મદદે આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રાણાવાસમાં રહેતા નિલેશભાઈ રાણા મકાનમાં હાજર હતા તે દરમિયાન મીટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જૂનું પીડિયા વાળું મકાન હોવાને કારણે આગ ઝડપભેર પ્રસરી હતી.

બનાવને પગલે આસપાસના હિન્દુ મુસ્લિમ રહીશો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. સારા નસીબે મકાનમાં હાજર નિલેશભાઈ પાછલા દરવાજેથી નીકળી જતા તેઓ બચી ગયા હતા. આગમાં ફ્રીઝ, ટીવી સહિતની ઘરવખરી ખાક થઈ ગઈ હતી.

પાણીગેટ ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર રવિન્દ્ર કદમે કહ્યું હતું કે આસપાસના મકાનો માં આગ પ્રસરે તો ગંભીર સ્થિતિ સર્જાય તેમ હોવાથી સ્થાનિક રહીશોની મદદથી આસપાસના મકાનો બચે તે રીતે આગને કાબુમાં લીધી હતી.