Baroda

વડોદરા: જરોદ પાસે અકસ્માતમાં બેનાં મોત, અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા હાલોલ ટોલ રોડ પર ભાવપુરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઉભેલા પીકપવાનમાં એક્ટિવા ઘૂસી જતાં એક મહિલા અને એક પુરુષનું કરુણ મોત નીપજ્યું હતું. જરોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. મૃતકોની ઓળખવિધિ શરૂ કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: જરોદ પાસે અકસ્માતમાં બેનાં મોત, અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ

Vadodara: વડોદરા હાલોલ ટોલ રોડ પર ભાવપુરા ગામના પાટીયા પાસે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. રોડ પર ઉભેલ પીકપવાનમાં એક્ટીવા ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં એકટીવા પર સવાર એક મહિલા તેમજ એક પુરુષનું મોત નીપજ્યુ હતું. અકસ્માતમાં મોતને ભેટનારની ઓળખ વિધિ થઈ નથી.

જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં મોતને ભેટનાર મહિલા અને પુરુષ બંનેની ઓળખ વિધિ શરૂ કરી હતી .આ સમયે ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.સાથે પોલીસે લાશને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.