Baroda

વડોદરા: ખોડિયારનગર ચાર રસ્તાથી પાંજરાપોળ માર્ગ પર દબાણો દૂર કરાયાં

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના વોર્ડ નંબર 4માં મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાએ આજે સવારે ખોડિયારનગર ચાર રસ્તાથી પાંજરાપોળ રોડ પર કાર્યવાહી કરી હતી. દુકાનદારો દ્વારા ઓટલા અને પતરાના શેડ બનાવી કરાયેલા 12 હંગામી દબાણો દૂર કરાયા હતા. આ દબાણો તોડી 3 ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો હતો. આ કાર્યવાહીમાં પોલીસ સહિત વિવિધ વિભાગો જોડાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ખોડિયારનગર ચાર રસ્તાથી પાંજરાપોળ માર્ગ પર દબાણો દૂર કરાયાં

Vadodara: વડોદરા શહેરના વોર્ડ નંબર 4માં મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે કાર્યવાહી કરીને ખોડિયારનગર ચાર રસ્તાથી પાંજરાપોળ તરફ જતા માર્ગ પરનાં હંગામી દબાણો દૂર કર્યાં હતાં. દુકાનદારોએ દુકાનની આગળ ઓટલા બનાવી તેના પર પતરાના શેડ ઊભા કરીને દબાણો કર્યાં હતાં. કોર્પોરેશનની ટીમે આવા 12 શેડ તોડી પાડીને ત્રણ ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા સાથે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસ (ટી.ડી.ઓ.), વોર્ડ ઓફિસ, હરણી પોલીસ અને કોમર્શિયલ વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા. સંયુક્ત ટીમે માર્ગ પર કરવામાં આવેલાં હંગામી દબાણો દૂર કરીને સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.