Baroda

સિનિયર સિટિઝન કાર્ડ કઢાવવાના નામે apk ફાઇલ મોકલી વડોદરાના વકીલ સાથે 4.72 લાખની ઠગાઇ

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં સિનિયર સિટિઝન કાર્ડની લાલચ આપી ઠગોએ એક વકીલને શિકાર બનાવ્યા છે. ઓપી રોડના વકીલ સુધાંશુ ભટ્ટજીને APK ફાઈલના બહાને ફોન આવ્યો હતો. અજાણ્યા ઠગે બેન્ક ઓફ ઇન્ડિયાના નામે 16 મિનિટ વાત કરી, તે દરમિયાન તેમના 3 જુદા જુદા બેન્ક ખાતામાંથી કુલ 4.72 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે વકીલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિનિયર સિટિઝન કાર્ડ કઢાવવાના નામે apk ફાઇલ મોકલી વડોદરાના વકીલ સાથે 4.72 લાખની ઠગાઇ

સિનિયર સિટિઝન કાર્ડ માટેની એપીકે ફાઈલના નામે વડોદરાના એક વકીલ પાસેથી ઠગોએ ૪.૭૨ લાખ પડાવી લેતાં તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરી છે.
ઓપી રોડની મિહિર પાર્ક સોસાયટીમાં રહેતા સિનિયર વકીલ સુધાંશુ ભટ્ટજીએ પોલીસને કહ્યું છે કે,ગઈ તા.૨૬ ઓક્ટોબરે હું મોબાઈલ પર સફગ કરતો હતો તે દરમિયાન એક એડ પોપઅપ થઈ હતી, જેમાં બેન્ક ઓફ ઇન્ડિયાના સિનિયર સિટિઝન કાર્ડની ઓફર હતી.
ફરિયાદી એ કહ્યું છે કે મેંં આ કાર્ડ માટે એપ્લાય કરતાં મારા ઉપર ફોન આવ્યો હતો અને ડેબિટ કાર્ડનો પિન નંબર માગ્યો હતો, જેથી મંેં આ નંબર આપવાનો ઇનકાર કર્યો હતો.ત્યારબાદ મારા ઉપર કોઇ વ્યક્તિનો ફોન આવ્યો હતો અને બેન્ક ઓફ ઇન્ડિયામાંથી વાત કરતા હોવાનું કહી તમે સિટિઝન કાર્ડ માટે એપ્લાય કર્યું છે ?તેમ પૂછતાં મેં હા પાડી હતી.
આ પછી મને એક એપીકે ફાઈલ મોકલવામાં આવી હતી,જેમાં મેં માગ્યા મુજબ વિગતો ભરી હતી.ફોન કરનાર વ્યક્તિએ મને ફોન નહીં કાપવા માટે કહ્યું હતું.તેણે મારી સાથે ૧૬ મિનિટ વાત કરી હતી,પરંતુ આ દરમિયાન મારા ફોનમાં કોઈ પ્રોસેસ થઈ શકતી ન હતી.ત્યારપછી ફોન કટ થઇ ગયો હતો. ઉપરોક્ત બનાવ બાદ બે દિવસ પછી મેં એક ચેક માટે પ્રોસેસ કરતાં મને બેલેન્સ નહીંં હોવાનું કહેવામાં આવ્યું હતું.જેથી તપાસ કરતાં મારા જુદા જુદા ત્રણ એકાઉન્ટમાંથી કુલ રૃ. ૪.૭૨ લાખ ઉપડી ગયા હતા.આ અંગે સાયબર સેલને જાણ કરી હતી.