Baroda

વડોદરા: પત્નીને વીડિયો કોલ કર્યો 'મારે તારું છેલ્લું મોઢું જોવું છે' કહી પતિ લાપતા

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના પાદરા તાલુકાના ડભાસા ગામનો 24 વર્ષીય ચિરાગ વાળંદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો છે. 19મી તારીખે સાંજે ઘરેથી નીકળ્યા બાદ તેણે પત્નીને વીડિયો કૉલ કરીને "મારે તારું છેલ્લું મોઢું જોવું છે" તેમ કહી ફોન બંધ કરી દીધો હતો. યુવક ઘરે પરત ન ફરતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો. પાદરા પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: પત્નીને વીડિયો કોલ કર્યો 'મારે તારું છેલ્લું મોઢું જોવું છે' કહી પતિ લાપતા

Vadodara: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામનો ૨૪ વર્ષીય ચિરાગ રમેશભાઈ વાળંદ રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં પોલીસ દોડતી થઈ છે. યુવકે ઘરેથી નીકળ્યા બાદ પત્નીને વીડિયો કોલ કરીને 'મારે તારું છેલ્લું મોઢું જોવું છે' તેમ કહ્યું હતું.

પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, ચિરાગ ગત તા. 19ના રોજ સાંજે આશરે 6:30 વાગ્યે કોઈને કંઈપણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ રાત્રે આશરે 9:18થી 9:21 વાગ્યાની વચ્ચે તેણે પત્ની તમન્નાને વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો. આ દરમિયાન તેણે 'મારે તારું છેલ્લું મોઢું જોવું છે' તેમ કહ્યું હતું. ત્યારબાદ તેણે ફોન બંધ કરી દીધો હતો.

યુવક મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. તેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો નહીં લાગતાં આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પાદરા પોલીસે ગુમ થયાની નોંધ કરી યુવકની શોધખોળ શરૂ કરી છે.

યુવકના ગુમ થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા પરિવારજનો અને અન્ય સંભવિત જાણકારો પાસેથી માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.