Baroda

વડોદરા: ગોરવાના ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો પકડાયા

By GS Team
21 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના ગોરવા વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ ફ્લેટ્સના સાતમા માળે દારૂની મહેફિલ માણતા 4 મિત્રોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગોરવા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પ્રગ્નેશ પવાર, નીરવ પંચોલી, ઋત્વિક જૈધે અને ધ્રુવ સોનીને દારૂની અડધી બોટલ અને ગ્લાસ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ગોરવાના ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો પકડાયા

Vadodara: વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં દારૂની મેહફીલ માણતા ચાર મિત્રોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે ગોરવાની રિદ્ધિ સિદ્ધિ ફ્લેટ્સ ના ઓમ ફ્લેટ ખાતે સાતમા માળે એક ફ્લેટમાં દારૂની મેફીલ ચાલતી હોવાની વિગતો મળતા તપાસ કરી હતી. જે દરમિયાન ચાર જણા દારૂની અડધી બોટલ તેમજ ગ્લાસ સાથે મળી આવ્યા હતા.

પોલીસે પકડેલાઓમાં(1) પ્રગ્નેશ ચંદ્રકાંતભાઈ પવાર (રહે રિદ્ધિ સિદ્ધિ ફ્લેટ્સ, ભાઈલાલ મેરેજ હોલ સામે, ગોરવા ) (2) નીરવ વિનોદભાઈ પંચોલી (આનંદ નગર હાઉસિંગ બોર્ડ ગોરવા) (3) ઋત્વિક પ્રદીપભાઈ જૈધે(ગોરવા હાઉસિંગ બોર્ડ) અને (4) ધ્રુવ ભૂપેન્દ્રભાઈ સોની (વડી વાડી, ગેંડા સર્કલ પાસે) નો સમાવેશ થાય છે.