Baroda
વડોદરા: ઉમા ચાર રસ્તા પાસે ખોરાક શાખાના દરોડા, કપાસિયા તેલના નમૂના લેવાયા
By GS Team
23 Oct 20261 min read
વડોદરાના વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાએ દરોડા પાડ્યા છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા કપાસિયા તેલ સહિતના નમૂના લેવાયા છે. ટીમે વેપારીઓને સ્વચ્છતા જાળવવા સૂચના આપી. તપાસ બાદ જરૂર પડ્યે નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી કરાશે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: શહેરના વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં કપાસિયા તેલના નમૂના લેવામાં આવ્યા છે.
ખોરાક શાખાની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણીની સાથે વેપારીઓને સ્વચ્છતા જાળવવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અન્ય ખાદ્ય પદાર્થોના નમૂના પણ લેવામાં આવશે. જો તપાસમાં જરૂર જણાશે તો સંબંધિત વેપારીઓને નોટિસ આપીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.