Baroda

વડોદરા: કાલાઘોડા બ્રિજ પર મોડી રાત્રે પીધેલા થાર ચાલકે કોર્પોરેશન સ્ટ્રક્ચર તોડી નાખ્યું, કાર સાથે ધરપકડ

By GS Team
5 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં મોડી રાત્રે સયાજીગંજ નજીક દારૂ પીને બેફામ કાર ચલાવતા ચાલકે કમાટીબાગ પાસે કોર્પોરેશનના ગેટમાં કાર ઘુસાડી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કારચાલક સમીર દેવેન્દ્રસિંહ રાજપુત (મોતીનગર, તરસાલી) ને દારૂના નશામાં ઝડપી પાડ્યો હતો. કારમાંથી દારૂનો ગ્લાસ અને એક મહિલા પણ મળી આવી હતી. પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી થાર કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: કાલાઘોડા બ્રિજ પર મોડી રાત્રે પીધેલા થાર ચાલકે કોર્પોરેશન સ્ટ્રક્ચર તોડી નાખ્યું, કાર સાથે ધરપકડ

Vadodara: વડોદરામાં મોડી રાત્રે દારૂના નશામાં ચુર થઈ બેફામ રીતે વાહન હાંકતા ચાલકો જોખમી બનતા હોય છે અને અકસ્માતના ગંભીર બનાવો બનતા હોય છે. સયાજીગંજમાં ગઈ રાત્રે આવા જ એક બનાવમાં પોલીસે પીધેલા કારચલકની ધરપકડ કરી છે .

પોલીસના જણાવ્યા પ્રમાણે, રાત્રે 2:30 વાગ્યાના અરસામાં એક કાર ચાલક ફતેગંજથી કમાટીબાગ તરફ ફુલ સ્પીડમાં આવી રહ્યો હતો અને કમાટીબાગ નજીક તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર સુશોભન કરી રહેલા કોર્પોરેશનના ગેટ માં ઘૂસી ગઈ હતી.

પોલીસે જોયું તો કાર ચાલક દારૂના નશામાં જણાઈ આવ્યો હતો. કારમાં દારૂનો ગ્લાસ તેમજ એક મહિલા પણ બેઠી હતી. જેથી પોલીસે કાર ચાલક સમીર દેવેન્દ્રસિંહ રાજપુત (મોતી નગર,તરસાલી) ની ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ નાગુનામા ધરપકડ કરી થાર કબજે કરી હતી.