Baroda

વડોદરા: અટલાદરામાં પાર્કિંગના મુદ્દે પાડોશી પર જીવલેણ હુમલો કરતું દંપતી

By GS Team
20 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના અટલાદરાની ઓરો રેસીડેન્સીમાં 13 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે 6 વાગ્યે પાર્કિંગ બાબતે વિવાદ થયો. ઇન્સ્યોરન્સ એડવાઈઝર વિપુલભાઈ રોહિતે પાર્કિંગમાં અડચણરૂપ વાહનનો ફોટો વોટ્સએપ ગ્રુપમાં મુકતા, મનોજભાઈ ચૌહાણ અને તેમના પત્ની હંસાબેન ઉશ્કેરાયા હતા. તેમણે વિપુલભાઈને લિફ્ટ પાસે ગડદા-પાટુનો માર મારી, ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી. વિપુલભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: અટલાદરામાં પાર્કિંગના મુદ્દે પાડોશી પર જીવલેણ હુમલો કરતું દંપતી

Vadodara: અટલાદરા વિસ્તારમાં આવેલી ‘ઓરો રેસીડેન્સીમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા વિપુલભાઈ નરસિંહભાઈ રોહિત ઈન્સ્યોરન્સ એડવાઈઝર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 13 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે આશરે 6:00 વાગ્યે મારે કામ અર્થે બહાર જવાનું હોવાથી હું મારું એક્ટિવા કાઢવા માટે પાર્કિંગમાં ગયો હતો. ત્યાં અમારા જ ટાવરના મકાન નંબર G-603માં રહેતા મનોજભાઈ ચૌહાણની ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર ગાડીઓ મારા એક્ટિવા આગળ એવી રીતે પાર્ક કરેલી હતી કે મારી ગાડી નીકળી શકે તેમ નહોતી. આથી મેં તે ગાડીઓનો ફોટો પાડી અમારી સોસાયટીના વ્હોટ્સએપ ગ્રુપમાં મુક્યો હતો.

આ બાબતનો અદાવત રાખી મનોજભાઈ, તેમના પત્ની હંસાબેન ઉશ્કેરાઈ ગયા હતા. સાંજે આશરે સાડા છ વાગ્યે જ્યારે હું લિફ્ટ પાસે ઉભો હતો, ત્યારે આ લોકોએ લિફ્ટમાં મારી સાથે ઉગ્ર બોલાચાલી અને ઝગડો શરૂ કર્યો હતો. મેં તેમને શાંત રહેવા સમજાવ્યા છતાં,મારું ગળું પકડી, ટી-શર્ટની ફેટ પકડીને મને ગડદા-પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ મનોજભાઈ અને હંસાબેને પણ મને મોં પર તથા ગરદનના પાછળના ભાગે મૂઢ માર મારી ગંદી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

એટલું જ નહીં, મારી પત્ની કિંજલબેનને પણ ધમકી આપી હતી કે, "તારો ઘરવાળો તો બચી ગયો, તું બહાર નીકળ તને પણ પતાવી દઈશ.