વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ચાર દરવાજા લાલબાગ અને2 સયાજીપુરાના દબાણો હટાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. લાલબાગ બ્રિજ નીચેથી અવધૂત ફાટક સુધી ચણિયાચોળી અને કપડાંના વેચાણ માટે ઊભાં કરાયેલાં ઝૂંપડાંનાં દબાણો ગઈકાલે દૂર કરવામાં આવ્યાં હતાં. જોકે, આજે આ જ માર્ગ પર શ્રમિકો દ્વારા ફરી 40 જેટલાં ઝૂંપડાં ઊભાં કરી દેવામાં આવ્યા હોઈ તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, ટીપી-45 હરણી-સયાજીપુરા વિસ્તારમાં 30 મીટરનો રસ્તો ખુલ્લો કરવા માટે ગત 5 ઓક્ટોબરથી દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારમાં નવ જેટલાં એકમોમાં મોટાં ગોડાઉન આવેલાં છે. રસ્તો ખુલ્લો કરવાના ભાગરૂપે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આજે તમામ દબાણો દૂર કરીને કામગીરી પૂર્ણ કરવામા આવી છે.
આ ઉપરાંત શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પણ હંગામી દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રસ્તા પર લારી-ગલ્લા અને પથારા ગોઠવીને કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન બે ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.




