Baroda

વડોદરા: દેના ચોકડી પાસે કારનો કાચ તોડી 35 લાખ રોકડા ભરેલી બેગની ચોરી

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં રોમલકુમાર પટેલ નામના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર સાથે છેતરપિંડી થઈ છે. તેઓ નમો આંગડિયા પેઢીમાંથી ₹30 લાખ લઈ, કુલ ₹35 લાખ રોકડા બેગમાં રાખી કારમાં ઘરે પરત ફરતા હતા. નેશનલ હાઇવે 48 પર દેણા ચોકડી પાસે ચા પીવા ઊભા હતા, ત્યારે કારનો કાચ તોડી અજાણ્યા શખ્સો ₹35 લાખની રોકડ ભરેલી બેગ ચોરી ફરાર થઈ ગયા. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: દેના ચોકડી પાસે કારનો કાચ તોડી 35 લાખ રોકડા ભરેલી બેગની ચોરી

Vadodara: હરણી મોટનાથ મહાદેવ રોડ અમરદીપ ઇન્ફીનિટીમાં રહેતા રોમલકુમાર જશુભાઈ પટેલ રેડ એન્ડ બ્લુ ઇન્ફ્રા નામની કન્સ્ટ્રકશન કંપનીમાં પ્રોજેક્ટ કોઓર્ડીનેટર અને એન્જિનિયર છે. હરણી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 10 ઓક્ટોબરના રોજ, હું સવારથી મારી હાલોલ વાળી ઓફિસે હાજર હતો. કંપનીના તમામ કર્મચારીઓ તથા વર્કરોને તારીખ 10 થી 15ની વચ્ચે પગાર ચૂકવવાનો હતો અને આગામી દિવાળીના તહેવારો નજીક હોવાથી સપ્લાયરોને પણ પેમેન્ટ કરવાનું હતું. આગલા દિવસે જ અમારી કંપનીની ઉઘરાણી પેટે રૂ. 5 લાખ રોકડા આવ્યા હતા, જે મારી બેગમાં મુકેલા હતા.

ત્યારબાદ બપોરે આશરે 16:30 વાગ્યે હું મારી ગાડી લઈને ગોધરા રોડ, રાજધાની હોટેલ સામે આવેલી 'નમો આંગડિયા પેઢી' ખાતે ગયો હતો. ત્યાંથી મેં બીજા રૂ. 30 લાખ રોકડા મેળવ્યા હતા અને કુલ રરૂપિયા પાંત્રીસ લાખ રોકડા મારી બેગમાં મૂકીને તે બેગ મારી કારમાં રાખી હું વડોદરા મારા ઘરે આવવા માટે નીકળ્યો હતો.

સાંજે હું નેશનલ હાઇવે નંબર 48 પર દેણા ચોકડી પાસે પહોંચ્યો હતો. ત્યાં મેં મારી કાર યોગ્ય રીતે પાર્ક કરી, લોક કરીને બાજુમાં આવેલા કોમ્પ્લેક્ષમાં ચા-પાણી પીવા માટે ગયો હતો. ચા પીને માંડ દસેક મિનિટમાં જ્યારે હું મારી કાર પાસે પરત ફર્યો, ત્યારે મારી કારના ડ્રાઇવર તરફની સાઇડનો પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો! મેં તુરંત ગાડીમાં અંદર જોયું તો રૂ. 35 લાખ રોકડા ભરેલી મારી બેગ ગાયબ હતી.