Baroda

વડોદરા: સતત ત્રીજા દિવસે ઘરફોડ ચોરીનો બનાવ, ન્યુ સમા રોડના ફ્લેટમાંથી રોકડ અને દાગીનાની ચોરી

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી ચોરીનો સિલસિલો યથાવત છે. સયાજીગંજ, ગોત્રી અને ઇલોરાપાર્ક બાદ હવે ન્યુ સમા રોડના ઘનશ્યામ ફ્લેટને ચોરોએ નિશાન બનાવ્યો છે. કલ્પનાબેન મેકવાનના બંધ ઘરમાંથી ત્રાટકેલા ચોરો રૂ. 20,000 રોકડા અને દાગીના સહિત કુલ રૂ. 2 લાખથી વધુની મત્તા ચોરી ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: સતત ત્રીજા દિવસે ઘરફોડ ચોરીનો બનાવ, ન્યુ સમા રોડના ફ્લેટમાંથી રોકડ અને દાગીનાની ચોરી

Vadodara: વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી ચોરીના બનાવો ની ઘટના બની રહી છે.સયાજીગંજ, ગોત્રી અને ઇલોરાપાર્ક બાદ ચોરોએ ન્યુ સમા રોડ વિસ્તારને ટાર્ગેટ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ન્યુ સમા રોડ કેનાલ પાસે ઘનશ્યામ ફ્લેટમાં રહેતા કલ્પનાબેન મેકવાને પોલીસને કહ્યું છે કે ગઈ તા 20મી એ સવારે હું અને મારા પતિ સામાજિક કામ માટે બહાર ગયા હતા. જ્યારે મારો પુત્ર રાત્રે નોકરી પર ગયો હતો.

આ દરમિયાન નકુચો તોડી ત્રાટકેલા ચોર હોય પેટી પલંગ તેમજ અન્ય ચીજો રફેદફે કરી હતી અને દાગીના તેમજ રોકડાનું 20,000 મળી બે લાખ ઉપરાંત મની મતા ચોરી ગયા હતા. જેથી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.