વડોદરા: એરફોર્સના નિવૃત્ત અધિકારી સાથે 40 લાખની છેતરપિંડી કરતો બિલ્ડર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં રહેતા અને ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત થયેલા રવિન્દ્રભાઈ યશવંતરાય પરમેકરે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, નિવૃત્તિ પછી મને સરકાર તરફથી મળેલા નાણાંનું રોકાણ કરવા હું ઈચ્છતો હતો. વર્ષ 2024 દરમિયાન ફતેહગંજ જીમખાના રોડ પર 'ધ વિસ્ટા' નામની સ્કીમ ચાલતી હતી, જેના બિલ્ડર 'ઈન્ફીબ્રીક્સ ડેવલોપર્સ'ના માલિક માજીદખાન જફરુલ્લાખાન પઠાણ છે.
મેં જ્યારે સ્કીમ પૂર્ણ થવા અંગે પૂછ્યું, ત્યારે તેમણે ડિસેમ્બર-2026 સુધીમાં કામ પૂરું થવાની ખાતરી આપી હતી. તેમની વાતોમાં વિશ્વાસ રાખી મેં 27 ડિસેમ્બર, 2024ના રોજ 15,00,000 અને ત્યારબાદ વર્ષ 2025માં ₹25,00,000 એમ કુલ 40,00,000ના બે ચેક આપ્યા હતા. તેમણે 200ના સ્ટેમ્પ પર 'લેટર ઓફ કન્ફર્મેશન' પણ લખી આપ્યું હતું કે ફ્લેટ ન લેવો હોય તો માસિક 2% વ્યાજ સાથે રકમ પરત મળશે.
ત્યારબાદ મને જાણવા મળ્યું કે આ સાઈટની જમીન વિવાદમાં ફસાયેલી છે અને બાંધકામ બંધ છે, જે વાત મારાથી છુપાવી રાખવામાં આવી હતી. મેં મારા નાણાં પરત માંગતા, 30 મે, 2025ના રોજ મને 15 લાખ અને 25 લાખના બે ચેક તથા એક વ્યાજનો ચેક આપવામાં આવ્યો. પાછળથી બંને ચેક પરત લઈને 5 એપ્રિલ, 2026ની તારીખનો 40 લાખનો એક સંયુક્ત ચેક આપ્યો, જે 6 મે, 2026ના રોજ બેંકમાં ભરતા અપૂરતા ભંડોળના કારણે બાઉન્સ થયો. ત્યારબાદ અપાયેલો બીજો ચેક પણ 4 જુલાઈ, 2026ના રોજ અપૂરતા ભંડોળને કારણે પરત ફર્યો.
આરોપી માજીદખાન પઠાણ મને ગોળગોળ જવાબ આપી રહ્યા છે, ન તો ફ્લેટનું બુકિંગ આપ્યું છે કે ન તો મારી મૂડી પરત કરી છે.




