Baroda

વડોદરા: દિવાળીમાં ફટાકડા ફોડતાં સાવધાન! આગથી બચવા ફાયર વિભાગની માર્ગદર્શિકા જાહેર

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં દિવાળી દરમિયાન ફટાકડાથી આગની ઘટનાઓ રોકવા મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર નોટિસ બહાર પાડી છે. ફાયર વિભાગે નાગરિકોને ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા, બાળકો સાથે વડીલોની હાજરી, ખુલ્લા મેદાનમાં ફટાકડા ફોડવા અને રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવાનું ટાળવા અપીલ કરી છે. આગ લાગે તો પાણીની વ્યવસ્થા રાખવા પણ જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: દિવાળીમાં ફટાકડા ફોડતાં સાવધાન! આગથી બચવા ફાયર વિભાગની માર્ગદર્શિકા જાહેર

Vadodara: વડોદરા શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાને કારણે આગ લાગવાની ઘટનાઓ અટકાવવા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા નાગરિકો માટે જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા, બાળકોની સાથે વડીલો હાજર રહેવા અને આગ લાગે તો તાત્કાલિક પગલાં લઈ શકાય તેવી વ્યવસ્થા રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ પ્રતિબંધિત વિસ્તારોમાં ફટાકડા નહીં ફોડવા અને રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

ફાયર વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે વડીલોએ તેમની સાથે હાજર રહેવું જોઈએ અને ફટાકડાથી સલામત અંતર જાળવવું જોઈએ. ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કપડાં પહેરવા અને એકસાથે અન્ય ફટાકડાઓ નજીકમાં રાખવા નહીં. આકાશી ફટાકડા સાંકડી ગલીઓમાં ફોડવાને બદલે ખુલ્લા મેદાનમાં ફોડવા જોઈએ.

મકાનની છત અને છાપરા પર પ્લાસ્ટિક, લાકડું, ગાદલાં, કાગળ, ઘાસ કે અન્ય જ્વલનશીલ સામાન ખુલ્લો રાખવો નહીં. ખુલ્લા પ્લોટમાં માલસામાન પડ્યો હોય તો તેની સફાઈ કરવી અને આગની સ્થિતિમાં ઉપયોગી થઈ શકે તે માટે પાણી ભરેલા ડ્રમ રાખવા સૂચવાયું છે. વાહનો પર પ્લાસ્ટિકનાં જ્વલનશીલ કવર ઢાંકવાનું પણ ટાળવું જોઈએ.

ફટાકડો ફૂટવાથી આગ લાગે તો તાત્કાલિક ઉપયોગ કરી શકાય તેવી પાણીની વ્યવસ્થા રાખવી. જો ફટાકડો ફૂટે નહીં તો તેને ફરીથી સળગાવવાનો પ્રયાસ કરવો નહીં કે તેની નજીક જવું નહીં. આવી બેદરકારીથી ઈજા થવાની શક્યતા રહે છે.