Baroda

વડોદરા: પાણીની લાઈનોના ઈજારામાં પણ નાણાકીય મર્યાદા વધારી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરી આપવાની પેરવી

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગમાં કોન્ટ્રાક્ટરોને નાણાકીય મર્યાદા વધારી અંદાજિત ભાવ કરતાં ઊંચા ભાવે કામ આપવાની દરખાસ્તોથી વિવાદ સર્જાયો છે. પશ્ચિમ ઝોનમાં જગદીશ પટેલનો રૂ. 50 લાખનો ઈજારો રૂ. 2.40 કરોડ અને ઓનેસ્ટ એન્જિનિયર્સનો રૂ. 50 લાખનો ઈજારો રૂ. 1.50 કરોડ સુધી પહોંચશે. દક્ષિણ ઝોનમાં પાણીની લાઈન અને એર વાલ્વ બદલવાના કામોમાં પણ અંદાજ કરતાં 14.11% અને 13.75% વધુ ખર્ચની દરખાસ્તો સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: પાણીની લાઈનોના ઈજારામાં પણ નાણાકીય મર્યાદા વધારી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરી આપવાની પેરવી

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગમાં પણ કોન્ટ્રાક્ટરોને નાણાકીય મર્યાદા વધારી આપવાની સાથે અંદાજિત ભાવ કરતાં ઊંચા ભાવે કામ આપવાની દરખાસ્તો રજૂ થતાં વિવાદ સર્જાયો છે.

પશ્ચિમ ઝોનમાં વર્ષ 2024-25 માટે પાણીની લાઈન નાખવા જગદીશ આર. પટેલને રૂ. 50 લાખની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઈજારો ફાળવાયો હતો. ત્યારબાદ બે તબક્કામાં રૂ. 50 લાખ અને રૂ. 70 લાખનો વધારો કરવામાં આવ્યો હતો. હવે નવો ઈજારો ન થાય ત્યાં સુધી સમયમર્યાદા લંબાવવા અને વધુ રૂ. 70 લાખની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત રજૂ થઈ છે. આમ, મૂળ રૂ. 50 લાખનો ઈજારો વધારા સાથે રૂ. 2.40 કરોડ સુધી પહોંચશે.

આ જ રીતે પશ્ચિમ ઝોનમાં પાણીની લાઈન નાખવા ઓનેસ્ટ એન્જિનિયર્સને પણ વર્ષ 2024-25માં રૂ. 50 લાખની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઈજારો ફાળવાયો હતો. ત્યારબાદ રૂ. 50 લાખનો વધારો કરાયો હતો. હવે નવો ઈજારો ન થાય ત્યાં સુધી સમયમર્યાદા લંબાવવા અને વધુ રૂ. 50 લાખનો વધારો કરવાની દરખાસ્ત રજૂ થઈ છે. મંજૂરી મળે તો આ ઈજારાની નાણાકીય મર્યાદા રૂ. 1.50 કરોડ થશે.

બીજી તરફ દક્ષિણ ઝોનમાં નવી પાણીની લાઈન નાખવા માટે રૂ. 75 લાખના અંદાજથી ભાવપત્રો મંગાવવામાં આવ્યાં હતાં. જેમાં બરોડા સેનિટેશન દ્વારા અંદાજિત ભાવ કરતાં 14.11 ટકા વધુ એટલે કે રૂ. 85,58,250નો ભાવ રજૂ કરાયો છે. પરિણામે અંદાજ કરતાં રૂ. 10,58,250 વધુ ખર્ચ થશે. આ દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે.

આ ઉપરાંત પાણીના મુખ્ય સ્ત્રોતોથી વિતરણ મથકો સુધી પાણી પહોંચાડતી મુખ્ય લાઈનો પર લગાવેલા એર વાલ્વ બદલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ કામ માટે હોનેસ્ટ એન્જિનિયર્સે અંદાજિત રૂ. 74,63,472 સામે 13.75 ટકા વધુ એટલે કે રૂ. 84,89,699નો ભાવ રજૂ કર્યો છે. આમ, આ કામગીરીમાં પણ અંદાજ કરતાં રૂ. 10,26,227 વધુ ખર્ચ થશે. આ કામગીરી માટે સલાહકાર તરીકે રાય ઇન્દ્રા પ્રાઇવેટ લિમિટેડને રૂ. 85,801 ચૂકવવાની દરખાસ્ત પણ રજૂ કરાઈ છે.