વડોદરા: મેરેજની apk ફાઈલ ઓપન કર્યાના સપ્તાહ બાદ 5 મિનિટમાં19 ઓટીપી આવ્યા, 4.91 લાખ ઉપડી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના કર્મચારી એ મેરેજ ઈન્વિટેશનની એપીકે ફાઈલ ઓપન કરતા રૂ 4.91 લાખ ગુમાવવાનો વખત આવ્યો છે.
તરસાલીની વ્રજધામ સોસાયટીમાં રહેતા નિલેશભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે ગઈ તા 11મી સપ્ટેમ્બરે મારા ઉપર મેરેજ ઈન્વિટેશનની એપીકે ફાઇલ આવી હતી જે મેં ડાઉનલોડ કરતા ફાઈલ ખુલી ન હતી.
ત્યારબાદ ચારેક દિવસ પછી મારા સોસાયટીના મિત્રએ એપીકે ફાઈલ ના નામે ચાલતા ફ્રોડ ની વાત કરતા મેં મારા મોબાઈલ માંથી ફાઈલ ડીલીટ કરી દીધી હતી. ત્યારબાદ તા તા 18 મી એ રાત્રે માત્ર પાંચ મિનિટમાં ઉપરા છાપરી 19 otp આવ્યા હતા. આ પછી આઠ કોલ પણ આવ્યા હતા જેમાં કોઈ મદ્રાસી જેવી વ્યક્તિ વાત કરતી હોય તેમ જણાતું હતું.
નિલેશભાઈ એ કહ્યું છે કે ત્યાર પછી થોડી જ વારમાં મને રૂપિયા કપાવવાના મેસેજ મળવા માંડ્યા હતા અને મારા ખાતામાંથી કુલ રૂ 4.91 લાખ ઉપડી ગયા હતા. સાયબર સેલે આ અંગે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.




