Baroda

વડોદરા: ડીઆરએમ દ્વારા અલીરાજપુર-પ્રતાપનગર રેલવે સેક્શનનું નિરીક્ષણ કરાયું

By GS Team
5 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરા રેલવે મંડળના ડીઆરએમ રાજુ ભડકેએ 4 નવેમ્બરે અલીરાજપુર-પ્રતાપનગર રેલવે માર્ગનું નિરીક્ષણ કર્યું. તેમણે અલીરાજપુર, છોટાઉદેપુર, બોડેલી સ્ટેશનો અને રેલવે કોલોનીમાં મુસાફર સુવિધાઓની ચકાસણી કરી. ડભોઈમાં 'નેરોગેજ લાઇન નેટવર્ક' હેરિટેજ પાર્કના કામની સમીક્ષા કરી, અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ડીઆરએમ દ્વારા અલીરાજપુર-પ્રતાપનગર રેલવે સેક્શનનું નિરીક્ષણ કરાયું

Vadodara: વડોદરા રેલવે મંડળના ડીઆરએમ રાજુ ભડકેએ 4 નવેમ્બરના રોજ અલીરાજપુર-પ્રતાપનગર રેલવે માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે અલીરાજપુર રેલવે સ્ટેશન, રેલવે કોલોની અને મુસાફરોને મળતી સુવિધાઓની ચકાસણી કરી હતી. નિરીક્ષણ સમયે મંડળના તમામ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડીઆરએમએ છોટાઉદેપુર રેલવે સ્ટેશનની મુલાકાત લઈને સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટની કચેરી ઉપરાંત રિલે રૂમ અને ઇન્ટિગ્રેટેડ પાવર સપ્લાય રૂમનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ છોટાઉદેપુર-પાવી વચ્ચે આવેલા લેવલ ક્રોસિંગ ગેટ નંબર 88ની પણ તપાસ કરી હતી. બોડેલી સ્ટેશન પર મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓની સમીક્ષા કરવાની સાથે રેલવે કોલોનીની મુલાકાત પણ લીધી હતી.

નિરીક્ષણના અંતે ડીઆરએમ રાજુ ભડકે ડભોઈ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અહીં 'ધ ડભોઈ નેરોગેજ લાઇન નેટવર્ક' હેરિટેજ પાર્ક તરીકે વિકસાવવામાં આવી રહેલા સ્થળની કામગીરીની તપાસ કરી હતી. સાથે જ સ્ટેશન પર ચાલી રહેલાં મુસાફર સુવિધાનાં કામોની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.