Baroda

ખેલ મહાકુંભની અંડર-11 કેટેગરીમાં બે 8 વર્ષીય ખેલાડીઓ રાજ્યકક્ષાએ વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે

By GS Team
22 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ખેલ મહાકુંભ ટેનિસ સ્પર્ધામાં 8 વર્ષના ધ્યાન પટેલ અને શિવાંશ મહેતાએ અંડર-11 કેટેગરીમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવી રાજ્યકક્ષાએ સ્થાન બનાવ્યું છે. નાની ઉંમરે મોટી ઉંમરના ખેલાડીઓ સામે જીતીને તેમણે વડોદરા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ મહેનત અને તાલીમનું પરિણામ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેલ મહાકુંભની અંડર-11 કેટેગરીમાં બે 8 વર્ષીય ખેલાડીઓ રાજ્યકક્ષાએ વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે

Vadodara: ખેલ મહાકુંભ અંતર્ગત યોજાઈ રહેલી ટેનિસ સ્પર્ધામાં વડોદરાના બે યુવા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્યકક્ષાએ સ્થાન મેળવ્યું છે. અંડર-11 કેટેગરીમાં ધ્યાન પટેલે પ્રથમ અને શિવાંશ મહેતાએ દ્વિતીય સ્થાન મેળવી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે.

ખાસ વાત એ છે કે બંને ખેલાડીઓની ઉંમર હાલમાં માત્ર આઠ વર્ષ છે, તેમ છતાં તેઓ પોતાની વય કરતાં મોટી ઉંમરના ખેલાડીઓ સામે સ્પર્ધામાં ઉતરીને પ્રતિભા દર્શાવી રહ્યા છે. હવે બંને ખેલાડીઓ રાજ્યકક્ષાએ યોજાનારી સ્પર્ધામાં વડોદરા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

બંને ખેલાડીઓના સિનિયર કોચ સુનીલ વ્યાસે જણાવ્યું હતું કે, ધ્યાન અને શિવાંશ બંને માત્ર આઠ વર્ષના છે, પરંતુ ખેલ મહાકુંભમાં અંડર-11 કેટેગરીમાં મોટી ઉંમરના ખેલાડીઓ સાથે રમીને સફળતા મેળવી છે. તેમની આ સિદ્ધિ તેમની મહેનત, રમત પ્રત્યેની લગન અને તાલીમનું પરિણામ છે.