Baroda

દહેજના ત્રાસથી કંટાળીને લગ્નના માત્ર છ મહિનામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવી દીધું

By GS Team
26 Oct 20261 min read
TukuTouch Logo
બોરસદના ગોકુલનગરના સજ્જનબેન તળપદાની દીકરી કાજલના વડોદરાના કરચીયા ગામે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ હર્ષદ માળી દહેજ માટે ત્રાસ આપી મારઝૂડ કરતો હતો. કાજલે વારંવાર પિયરમાં રજૂઆત કરી હતી. ગત શનિવારે રાત્રે કાજલે એસિડ પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે પતિ હર્ષદ સામે આત્મહત્યા માટે દૂષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દહેજના ત્રાસથી કંટાળીને  લગ્નના માત્ર છ મહિનામાં જ પરિણીતાએ  જીવન ટૂંકાવી દીધું

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગોકુલનગરમાં રહેતા સજ્જનબેન કાભઇભાઇ તળપદાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ શાકભાજીનો વેપાર કરે છે. મારી દીકરી કાજલના લગ્ન તા.૦૯-૦૪-૨૦૨૬ ના રોજ હર્ષદ અશોકભાઇ માળી (રહે. ગોકુલનગર, કરચીયા ગામ, વડોદરા) સાથે થયા હતા.ગઇકાલે મારી દીકરી કાજલના સસરાએ ફોન કરીને જાણ કરી કે,કાજલે એસિડ પી લીધું છે, તમે આવી જાવ. જેથી, હું તથા અન્ય પરિવારજનો વડોદરા દોડી આવ્યા હતા. મારી દીકરીના લગ્ન થયા ત્યારથી જ તેના પતિ હર્ષદભાઇ તેની સાથે યેનકેન પ્રકારે ઝઘડો કરી મારઝૂડ પણ કરતા હતા. મારી દીકરી ઘરે આવે ત્યારે પતિના ત્રાસ અંગે કહેતી કે, પતિ દહેજમાં રૃપિયાની માગણી કરી ત્રાસ આપે છે. પરંતુ, હું મારી દીકરીને સમજાવતી કે, લગ્ન જીવનમાં નાની મોટી તકરાર થતી હોય છે, તારા પતિ સુધરી જશે.
તેમછતાં મારા જમાઇ હર્ષદભાઇ બે મહિના પહેલા મારી દીકરીને બોરસદ પિયરમાં મૂકી ગયા હતા. નવરાત્રિ દરમિયાન આગેવાનોએ મધ્યસ્થી કરતા દશેરાના દિવસે મારી દીકરી કાજલને અમારા પરિવારજનો કરચીયા મૂકી આવ્યા હતા. શનિવારે રાત્રે પણ મારી દીકરીનો કોલ આવ્યો ત્યારે તે ઘણી ગભરાયેલી હતી. સારવાર દરમિયાન કાજલનું મોત થતા પોલીસે આત્મહત્યા માટે દૂષ્પ્રેરણાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.