કરોડોનું ફુલેકું ફેરવનાર સમૃધ્ધ જીવન સોસાયટી સામે 1.45 કરોડની ઠગાઇની વધુ ત્રણ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચીટફંડ અને સ્પોન્ઝી કૌભાંડ દ્વારા દેશના જુદાજુદા રાજ્યોમાંથી કરોડો રૃપિયાનું કૌભાંડ આચરી ઉઠમણું કરનાર પૂણેની સમૃધ્ધ જીવન મલ્ટી પર્પઝના સંચાલકો સામે વડોદરામાં ફરિયાદોનો સિલસિલો જારી રહ્યો છે.આજે રૃ.૧.૪૫ કરોડની ઠગાઇની વધુ ત્રણ ફરિયાદ નોંધાતા છેલ્લા ચાર દિવસમાં સમૃધ્ધ જીવનના અધિકારીઓ,કર્મચારીઓ અને એજન્ટો સામે કુલ ૧૧ ફરિયાદો નોંધાઇ છે.
આરસી દત્ત રોડના માધવ કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલનાર સમૃધ્ધ જીવન મલ્ટી પર્પઝ સોસાયટી દ્વારા૧૨ ટકા સુધીના વ્યાજની ઓફર આપીને અનેક ઇન્વેસ્ટરો પાસે લાખો રૃપિયા પડાવી લેવામાં આવ્યા હતા. સોસાયટીના સંચાલકો સામે દેશભરમાં ફરિયાદો નોંધાઇ હતી.જ્યારે,સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે વધુ ત્રણ ફરિયાદ નોંધાઇ છે.
માંજલપુરના વૈષ્ણવદેવી સોસાયટીમાં રહેતા સચીનભાઇ પટેલ અને અન્ય ઇન્વેસ્ટરોના રૃ.૭૯.૮૫ લાખ ડૂબતાં મનોજ સોલંકી(લાલપુર,છાણી) અને જીગ્નેશ પલાન્ડે (નિર્માણ સો.માંજલપુર)સામે ગુનો નોંધાયો છે.જ્યારે,ઇલોરાપાર્ક સિટિઝન સોસાયટીમાં રહેતા છગનભાઇ પટેલ અને અન્યએ રૃ.૨૬ લાખ ગૂમાવતાં વિજય બારીયા (નર્મદા નગરી-૨,રિફાઇનરી રોડ),સચિન કદમ(સર્વમ હાઇટ્સ, વિશ્વામિત્રી),પ્રજ્ઞોશ દેસાઇ (નરસિંહજીની પોળ)અનેનિહિર શાહ (ઓમનગર,પાણીગેટ)સામે ગુનો નોંધાયો છે.
ઇલોરાપાર્ક સિટિઝન સોસાયટીના મિનાક્ષીબેન મહિડા અને અન્ય ઇન્વેસ્ટરોએ પણ રૃ.૩૯.૮૦લાખ ગૂમાવતાં વિજય બારીયા,સચીન કદમ,હાદિક શાહ(શ્રધ્ધાદીપ સો.,પાણીગેટ),પ્રજ્ઞોશ દેસાઇ અને નિહિર શાહ સામે ગુનો નોંધાયો છે.




